- Gujarati News
- Local
- Gujarat
- Aravalli
- Anganwadi Sisters Of Meghraj Taluk Angry Over Pending Demands; A Large Number Gathered In Front Of The Taluka Panchayat And Raised Slogans
અરવલ્લી (મોડાસા)3 મિનિટ પહેલા
ચૂંટણીઓ નજીક આવતાં જ કર્મચારીઓ પોતાની માંગણીઓને લઈને સક્રિય થયા છે. ત્યારે તમામ સરકારી, અર્ધ સરકારી અને આઉટસોર્સિંગ કર્મચારીઓ પોતાની પડતર માંગણીઓને લઈને મેદાને પડ્યા છે. ત્યારે અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાની આંગણવાડી કાર્યકર બહેનો અને તેડાઘર બહેનોએ મોટી સંખ્યામાં તાલુકા પંચાયત આગળ એકઠા થઈને પડતર માગણીઓને લઈને સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો હતો.
![](https://images.bhaskarassets.com/web2images/960/2022/09/01/a3b72129-632b-4040-9b1e-00be75fa436d_1662025296250.jpg)
કર્મચારીઓ પોતાની પડતર માંગણીઓને લઈને મેદાને પડ્યા
અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકા ઘટક-1 અને ઘટક-2ની આંગણવાડી કાર્યકર બહેનો અને તેડાઘર બહેનો મોટી સંખ્યામાં તાલુકા પંચાયત આગળ એકઠા થયા હતા. તેમજ પોતાની વર્ષો જૂની પડતર માંગણીઓ જેવી કે કર્મચારીઓને કાયમી કરવા, પગારમાં વધારો કરવો, મોંઘવારી વધારો આપવો જેવી માગણીઓને લઈને અંગણવાડી કાર્યકર બહેનો અને તેડાઘર બહેનોએ સૂત્રોચ્ચાર કર્યા હતા.