'વન સ્ટેશન વન પ્રોડક્ટ' યોજના હેઠળ સ્ટોલ લગાવવા અરજીઓ મંગાવાઈ; પોરબંદર સહિતના રેલ્વે સ્ટેશને સ્ટોલ લગાવી શકાશે | Applications invited for setting up stalls under 'One Station One Product' scheme; Stalls can be set up at railway stations including Porbandar

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • Applications Invited For Setting Up Stalls Under ‘One Station One Product’ Scheme; Stalls Can Be Set Up At Railway Stations Including Porbandar

પોરબંદર5 મિનિટ પહેલા

  • કૉપી લિંક

દેશભરમાં સ્થાનિક ઉત્પાદનોને લોકપ્રિય બનાવવા માટે, ‘વન સ્ટેશન વન પ્રોડક્ટ’ યોજના દેશના મોટા ભાગના સ્ટેશનો પર લાગુ કરવામાં આવી છે. “વન સ્ટેશન વન પ્રોડક્ટ” યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય રેલ્વેનો ઉપયોગ કરીને સ્થાનિક ઉત્પાદનોની સપ્લાય ચેઇનને સુધારવાનો છે.

‘વન સ્ટેશન વન પ્રોડક્ટ’ યોજના મોટા ભાગના સ્ટેશનો પર લાગુ કરવામાં આવી
ભાવનગર રેલવે ડિવિઝનના સિનીયર ડીસીએમના જણાવ્યા મુજબ, આ યોજના હેઠળ ભાવનગર ટર્મિનસ, પોરબંદર, જૂનાગઢ, તાલાલા, વેરાવળ સાથે ભાવનગર મંડળના અન્ય કોઈ પણ સ્ટેશનો પર સ્ટોલ સ્થાપવા માટે રસ ધરાવતા વ્યક્તિઓ/સંસ્થાઓ પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે. ઉપરોક્ત સ્ટેશનો માટે વિવિધ વિક્રેતાઓને 15 દિવસ માટે પ્રાયોગિક ધોરણે 1000 રૂપિયાની નજીવી ટોકન રકમ પર ફાળવવામાં આવશે.જે અંતર્ગત હસ્તકલા, સ્થાનિક ખાદ્ય પદાર્થો, સ્વ-સહાય જૂથો દ્વારા બનાવેલ ઉત્પાદનો, કાપડ અને હથકરઘા, સ્થાનિક રમકડાં, ચામડાની વસ્તુઓ, પરંપરાગત ઉપકરણ, વસ્ત્રો વગેરે ઉત્પાદનોનું પ્રદર્શન દ્વારા વેચાણ કરી શકાશે. વ્યક્તિગત કારીગરો/શિલ્પકારો અને સ્વ-સહાય જૂથો જેવી સંસ્થાઓને આમંત્રિત કરવામાં આવે છે, તેઓ આ યોજનામાં ભાગ લઈ શકશે.

રેલ્વેનો ઉપયોગ કરીને સ્થાનિક ઉત્પાદનોની સપ્લાય ચેઇનને સુધારવાનો ઉદ્દેશ્ય
આ યોજનાનો લાભ લેવા માટે ઉત્પાદકો,વિકાસ કમિશનર/રાજ્ય/કેન્દ્ર સરકાર દ્વારા જારી કરાયેલ ID કાર્ડ, TRIFED નોંધણી, નોંધાયેલ સ્વૈચ્છિક સંસ્થા અથવા MSME પ્રમાણપત્ર ધારકો અરજી કરી શકે છે. આ વિષયમાં ચોક્કસ માહિતી માટે સોમવારથી શુક્રવાર સવારે 9.30થી સાંજના 06.00 કલાક દરમિયાન ડિવિઝનલ રેલ્વે મેનેજર, કોમર્સ વિભાગ,1 લા માળ,ભાવનગર પરા ખાતે હાજર રહીને અથવા મો. 9429216075 નંબર પર સંપર્ક કરી શકાશે.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post