કૃષિમંત્રી રાઘવજી પટેલના નિવાસસ્થાને તકેદારીના ભાગરૂપે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો | As part of vigilance, police deployment was arranged at the residence of Agriculture Minister Raghavji Patel

જામનગર24 મિનિટ પહેલા

  • કૉપી લિંક

કિશાન આંદોલનના પગલે કોઈ અનિચ્છનિય ઘટના ન બને તે માટે કૃષિમંત્રી રાઘવજી પટેલના ધ્રોલ સ્થિતિ મકાન પર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. કિસાન આંદોલનના પગલે કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ખેડૂતો કૃષિમંત્રીના ઘર પર વિરોધ પ્રદર્શન કરે તેવી શક્યતાઓને પગલે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટી ગુજરાત કિસાન પ્રદેશ સંગઠન ઉપપ્રમુખ પરેશ ભંડેરી અને વેલુભા જાડેજા દ્વારા કૃષિ મંત્રી ના ઘરે ખેડૂતોના પ્રશ્નોની રજૂઆત માટે આવેદનપત્ર આપવા જતી વખતે ધ્રોલ પોલીસે બંનેની અટકાયત કરી હતી અને ધ્રોલ ખાતે પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post