Saturday, September 3, 2022

અરવલ્લીના મોડાસા ખાતે કર્મચારી મહા મંડળ તેમજ શિક્ષકો દ્વારા જૂની પેંશન યોજનાથી લઈ પોતાના પડતર પ્રશ્નોને લઈ ધરણા પ્રદર્શન યોજ્યા | At Modasa in Aravalli, a sit-in demonstration was held by the employees' Maha Mandal and the teachers regarding their outstanding issues from the old pension scheme.

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Aravalli
  • At Modasa In Aravalli, A Sit in Demonstration Was Held By The Employees’ Maha Mandal And The Teachers Regarding Their Outstanding Issues From The Old Pension Scheme.

અરવલ્લી (મોડાસા)એક કલાક પહેલા

વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવે છે તેમ કર્મચારીઓ પણ પોતાની પડતર માંગને લઈ આક્રમક મૂડમાં છે. કર્મચારીઓ દ્વારા ધરણા પ્રદર્શન દેખાવો રેલી સહિતના કાર્યક્રમો દ્વારા સરકાર પાસે માંગણી સંતોષવા માંગ કરવામાં આવી રહી છે.

જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવામાં આવ્યું
અરવલ્લી જિલ્લા કર્મચારી મહામંડળ દ્વારા પોતાની પડતર માંગને લઈ આંદોલન ચલાવી રહ્યા છે. ત્યારે આજ રોજ અરવલ્લી જિલ્લા સેવા સદન સામે મોટી સંખ્યામાં કર્મચારીઓ એકઠા થયા હતા. શિક્ષકો પણ મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને ધરણા યોજ્યા હતા. લગભગ એક હજાર કરતા પણ વધુ સંખ્યામાં શિક્ષકો સહિત કર્મચારીઓ એકત્રિત થયા હતા. બેનર સાથે સૂત્રોચ્ચાર કરી રેલી સ્વરૂપે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. જૂની પેંશન યોજના લાગુ કરવાથી લઈ અન્ય પડતર માંગ સ્વીકારવા રજૂઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.