ગજબની કલાકારી...પ્રસિદ્ધ મોનાલિસાના પેઈન્ટીંગને આપ્યું ભારતીય સ્ત્રીનું રુપ, લોકોએ આપ્યા આવા રિએક્શન | Awesome artistry Famous Monalisa painting of Indian woman look

હાલ આ પ્રખ્યાત મોનાલિસા ફરી ચર્ચામાં છે. વાયરલ (Viral Photos) થઈ રહેલા ફોટોઝમાં મોનાલિસા અલગ અલગ ભારતીય સાડીમાં જોવા મળી રહી છે.

ગજબની કલાકારી...પ્રસિદ્ધ મોનાલિસાના પેઈન્ટીંગને આપ્યું ભારતીય સ્ત્રીનું રુપ, લોકોએ આપ્યા આવા રિએક્શન

Famous Monalisa painting

Image Credit source: Twitter

Famous Monalisa painting : ભારતમાં ટેલેન્ટની અછત નથી, એ વાત તો આપણે સૌ જાણીએ જ છે. તેની સાબિતી પણ આપણને રોજબરોજ સોશિયલ મીડિયા પર વાયરલ થતા વીડિયોમાં જોવા મળે જ છે. પ્રખ્યાત મોનાલિસાના પેઈન્ટીંગ વિશે તો તમે સૌ જાણતા જ હશો. 16મી સદીમાં લિયોનાર્ડો દ વિંચી એ આ પેઈન્ટીંગ બનાવી હતી. વર્ષોથી આ પેઈન્ટીંગ તેની કલાકારી અને સુંદરતા માટે જાણીતી છે. પ્રખ્યાત મોનાલિસાના પેઈન્ટીંગ બનાવવામાં 16 વર્ષ લાગ્યા હતા. મોનાલિસાના હોઠ બનાવવામાં જ 12 વર્ષ લાગ્યા હતા. હાલ આ પ્રખ્યાત મોનાલિસા ફરી ચર્ચામાં છે. વાયરલ (Viral Photos) થઈ રહેલા ફોટોઝમાં મોનાલિસા અલગ અલગ ભારતીય સાડીમાં જોવા મળી રહી છે.

ટ્વિટર પર હાલ મોનાલિસાનો ભારતીય મેકઓવર જોવા મળી રહ્યો છે. એક કલાકારે પોતાની ક્રિએટિવિટીથી આ વિદેશી મહિલાને ભારતના અલગ અલગ રાજ્યોની સાડી પહેરાવીને દેશી લુક આપ્યો છે. જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

આ રહી એ વાયરલ તસ્વીરો

મોનાલિસાના આ ફોટો પૂજા સાંગવાન નામના ટ્વિટર હેન્ડલ પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ તમામ પોસ્ટને ખુબ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ ફોટોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યુ છે કે, હું આની માત્ર કલ્પના જ કરતો હતો, આજે સાચે જોવા મળ્યુ. બીજા એક યુઝરે લખ્યુ છે કે, આવું ફક્ત કોઈ ભારતીય જ કરી શકે છે. અન્ય એક યુઝરે લખ્યુ છે, આ બધામાં મને ગુજરાતની લીસા બેન વાળો ફોટો જ ખુબ ગમ્યો.