Bharuch : ઘરડા ઘરના વડીલો સિંધવાઈ ગણેશ ઉત્સવમાં જોડાયા, ગરબે ઘૂમી આરતીનો લ્હાવો લીધો | Bharuch: Elders of the Gharda family joined the Sindhwai Ganesh festival, Gharb enjoyed the Ghoomi Aarti.

ગણેશજીએ  માતા – પિતાનું મહત્વ સમજાવ્યું હતું. પરિવારથી અલગ રહેતા વડીલોનું મહત્વ સમજતા ગણેશ પંડાલના આયોજકોએ ઉત્સવમાં વડીલોને જોડ્યા હતા.

Bharuch : ઘરડા ઘરના વડીલો સિંધવાઈ ગણેશ ઉત્સવમાં જોડાયા, ગરબે ઘૂમી આરતીનો લ્હાવો લીધો

More than 30 elders of Bharuch Gharda house were given the opportunity to perform Vighnaharta Aarti.

ભરૂચ(Bharuch) કસક સ્થિત વડીલોના ઘરમાં રહેતા વડીલો માટે શહેરના સિંધવાઈ ગણેશ યુવક મંડળે બુધવારે વિશેષ આયોજન કર્યું હતું. ગણેશોત્સવમાં વિઘ્નહર્તાની આરતીનો લ્હાવો ભરૂચ ઘરડા ઘરના 30 થી વધુ વૃધ્ધોને મળતા તેઓની ખુશીનો પાર રહ્યો ન હતો. સિંધવાઈ ગણેશ યુવક મંડળે તેમની કાળજી લઈ માન સન્માન આપતા આ વડીલો ખુશીના માર્યા ગદગદ થઈ ગયા હતા. ઘરડા ઘરના 30 વડીલોએ વિઘ્નહર્તાની આરતી ઉતારી હતી. તેઓ માટે ખાસ ગરબાનો કાર્યક્રમ પણ આયોજિત કરાયો હતો. જેમાં વર્ષો બાદ આ વૃધ્ધો મનભરીને ગરબે ઘૂમ્યા હતા. સાથે જ તેમની આગતા સ્વાગતા કરી ખાસ માન સન્માન આપવામાં આવ્યું હતું

સાચું સુખ અને સ્વર્ગ માતા-પિતાની સેવામાં અને તેમના ચરણોમાં જ રહ્યું હોવાનું જેમ ગણેશજીએ શિવ-પાર્વતીની પ્રદક્ષિણા કરી સૂચવ્યું હતું તેમ આ સિંધવાઈ ગણેશ મંડળે વડીલોને માન સન્માન આપી અનોખી રીતે ઉત્સવની ઉજવણી તેમની સાથે કરી વિભક્ત થતા સમાજ અને માં-બાપ ને તરછોડતા સંતાનોને સંદેશો આપ્યો હતો કે પરમ સુખ માતા-પિતા, વડીલોના આશ્રયમાં તેમની સાથે રહેવામાં જ સમાયેલું છે.

‘દેવતાઓમાં સૌથી પહેલા કોની પૂજા કરવી જોઈએ’ તે નિર્ણય કરવા બ્રહ્માજીએ મંથન શરૂ કર્યું ત્યારે નક્કી થયું કે જે પૃથ્વીની પરિક્રમા સૌથી પહેલા કરશે તેને સૌથી પહેલા પૂજવામાં આવશે. પુરાણાંતર અનુસાર ગણેશે ભગવાન શંકર અને પાર્વતીની પરિક્રમા કરી હતી. એટલે કે તેણે માતા-પિતાને આખી દુનિયા માની અને તેમના સાત ફેરા ફર્યા હતા. આ જોઈને શિવનું હૃદય ગદગદ થઈ ગયું અને આકાશમાંથી ફૂલોની વર્ષા થવા લાગી હતી. દેખીતી રીતે ભગવાન ગણેશ બાકીના દેવતાઓમાંથી પ્રથમ આવ્યા હતા. તેમની બુદ્ધિ જોઈને ભગવાન બ્રહ્માએ તેમને પ્રથમ ઉપાસક બનાવ્યા. તેથી દરેક ક્રિયામાં પ્રથમ તેમની પૂજા કરવામાં આવે છે.

ગણેશજીએ  માતા – પિતાનું મહત્વ સમજાવ્યું હતું. પરિવારથી અલગ રહેતા વડીલોનું મહત્વ સમજતા ગણેશ પંડાલના આયોજકોએ ઉત્સવમાં વડીલોને જોડ્યા હતા.  કસક સ્થિત વડીલોના ઘરમાં રહેતા વડીલો માટે શહેરના સિંધવાઈ ગણેશ યુવક મંડળે બુધવારે વિશેષ આયોજન કર્યું હતું. ગણેશોત્સવમાં વિઘ્નહર્તાની આરતીનો લ્હાવો આપવામાં આવ્યો હતો. વડીલો માટે ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું વડીલો મનમુકીને ગરબે પણ ઘૂમ્યા હતા અને આનંદ માણ્યો હતો.

أحدث أقدم