الجمعة، 2 سبتمبر 2022

ભિલોડાના માકરોડા પાસે બાઇક ચાલકે બે પદયાત્રીઓને અડફેટે લીધા; બાઇક ચાલક અને બંને માઇભક્તો ઇજાગ્રસ્ત | Bike rider hits two pedestrians in Bhiloda in Aravalli district; The bike driver and both passengers were injured

અરવલ્લી (મોડાસા)11 મિનિટ પહેલા

  • કૉપી લિંક

અરવલ્લી જિલ્લામાં આજે સવારથી જ ગોઝારો દિવસ ઉગ્યો છે. માલપુરના કૃષ્ણાપુરમાં સાતના મોત થયા બાદ ભિલોડા તાલુકામાં પણ બાઇક ચાલકે બે પદયાત્રીઓને અડફેટે લીધા છે. જેમાં બંને બાઈકચાલકો ઈજાગ્રસ્ત થયા છે.

બાઇક ચાલક બંને માઇભક્તો બાઇક સ્લીપ થતાં ઇજાગ્રસ્ત
આજે સમી સાંજે સંતરામપુર બાજુના પદયાત્રીઓ પદયાત્રા કરી ભિલોડાના માકરોડા પાસેથી પસાર થતા હતા. એવામાં ડુંગરપુર બાજુના બાઇક ચાલકે સંતરામપુર તરફના બે પદયાત્રીઓને અડફેટે લીધા હતા અને બાઇક ચાલક બંને માઇભક્તો પણ બાઇક સ્લીપ થતાં ઇજાગ્રસ્ત બન્યા છે. ચારેય ઇજાગ્રસ્ત પદયાત્રીઓને સારવાર અર્થે ભિલોડા રેફરલ હોસ્પિટલ ખસેડાયા છે. સમગ્ર બાબતે ભિલોડા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.