બુરખો ન પહેરવા બદલ પત્નીની હત્યા: પતિએ છરી વડે ગળું કાપી નાખ્યું

[og_img]

  • મુંબઈના યુવકે પ્રથમ પત્નિને તલાક આપી રૂપાલી સાથે લવમેરેજ કર્યા હતા
  • પત્નીએ મુસ્લિમ રિવાજોનું પાલન કરવાની ના પાડતા પતિ ગુસ્સે ભરાયો
  • ઈકબાલ-રૂપાલીએ 3 વર્ષ પહેલા લવ મેરેજ કર્યા હતા, આરોપીની ધરપકડ

મુંબઈમાં એક મુસ્લિમ યુવકે તેની હિન્દુ પત્નીનું ગળું કાપીને હત્યા કરી નાખી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે પત્નીએ મુસ્લિમ રિવાજોનું પાલન કરવાની અને તેના સાસરિયાના ઘરે બુરખો પહેરવાની ના પાડી હતી. મુંબઈના તિલક નગર વિસ્તારના રહેવાસી ઈકબાલ મોહમ્મદ શેખે ત્રણ વર્ષ પહેલા રૂપાલી નામની 23 વર્ષની હિન્દુ યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. તેઓને બે વર્ષનો પુત્ર પણ છે.

દંપત્તિ વચ્ચે અવાર-નવાર ઝઘડો થતો હતો

લગ્ન બાદ રૂપાલી પર મુસ્લિમ રિવાજોનું પાલન કરવા અને તેના સાસરિયાંમાં બુરખો પહેરવાનું દબાણ કરવામાં આવતું હતું. આ બાબતે ઇકબાલ અને રૂપાલી વચ્ચે ઝઘડો થયો હતો. બંને છેલ્લા કેટલાક મહિનાઓથી અલગ રહેતા હતા. બંને ફોન પર જ વાત કરતા હતા. આ દરમિયાન પણ અવારનવાર ઝઘડા થતા હતા.

તલાકની વાત સાંભળીને ઈકબાલ ગુસ્સે થઈ ગયો

પોલીસે જણાવ્યું કે આ ઘટના સોમવારે રાત્રે 10 વાગ્યાની આસપાસ બની હતી, જ્યારે ઇકબાલ રિસાયેલી પત્નીને સમજાવવા ગયો હતો. આ દરમિયાન મુસ્લિમ રિવાજોને લઈને બંને વચ્ચે ફરી ઝઘડો શરૂ થયો. ગુસ્સામાં રૂપાલીએ તલાક લેવાની વાત કહી. પહેલા તો ઈકબાલે તેના પુત્રનો ઉલ્લેખ કરીને તેને સમજાવવાનું શરૂ કર્યું હતું, પરંતુ રૂપાલી તલાકની વાત પર અડગ રહેતાં ઈકબાલે રૂપાલીને ખેંચીને શેરીમાં લઈ લીધો હતો. ત્યાં છરી વડે તેનું ગળું કાપીને ભાગી ગયો હતો.

ઘટના બાદ તરત જ આરોપીની ધરપકડ કરવામાં આવી

રૂપાલીની ચીસો સાંભળીને લોકો ત્યાં એકઠા થઈ ગયા હતા. આ પછી પોલીસને જાણ કરવામાં આવી, પરંતુ પોલીસ પહોંચી ત્યાં સુધીમાં રૂપાલી મૃત્યુ પામી હતી. પોલીસે રૂપાલીના મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. જે બાદ આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. થોડા સમય બાદ ઈકબાલની ધરપકડ કરવામાં આવી હતી.

રૂપાલી ઈકબાલની બીજી પત્ની હતી

મીડિયા રિપોર્ટ્સ અનુસાર રૂપાલી ઈકબાલની બીજી પત્ની હતી. ઈકબાલે તેની પ્રથમ પત્નીને કોઈ સંતાન ન હોવાથી તલાક આપી દીધા હતા. આ પછી ઇકબાલે રૂપાલી સાથે લવ મેરેજ કર્યા હતા. તિલક નગરના ઈન્સ્પેક્ટર વિલાસ રાઠોડે જણાવ્યું કે સોમવારે આરોપી ઈકબાલ શેખે તેની પત્નીનું ગળું કાપીને છરી વડે હત્યા કરી હતી. હાલમાં તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.

أحدث أقدم