રવિવારે ફરી ભારત-પાકિસ્તાનની થશે ટક્કર

[og_img]

  • હોંગકોંગને હરાવી પાકિસ્તાન સુપર-4માં પ્રવેશ્યું
  • રવિવારે દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં બંને ટીમો ટકરાશે
  • એશિયા કપમાં પહેલી ટક્કરમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું હતું 

એશિયા કપ 2022માં શુક્રવારે રમાયેલ મુકાબલામાં પાકિસ્તાને હોંગકોંગને હરાવતા ફરી એકવાર એશિયા કપમાં ભારત અને પાકિસ્તાનની ટક્કર થશે. આ પહેલા 28 ઓગસ્ટે રમાયેલ મુકાબલામાં ભારતે પાકિસ્તાનને 5 વિકેટે હરાવ્યું હતું.

ભારત-પાકિસ્તાન ફરી સામ-સામે

એશિયા કપ 2022માં ભારત અને પાકિસ્તાને ગૃપ Aમાં ટોપ-2 ક્રમ હાસિલ કરી સુપર-4 રાઉન્ડમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે. ભારતે એશિયા કપમાં રમ્લે બંને મુકાબલમાં જીત હાસિલ કરી હતી. પહેલા પાકિસ્તાનને અને ત્યારબાદ હોંગકોંગને હરાવી ભારત ગ્રુપ Aમાં ટોપ પર રહ્યું હતું, જ્યારે પાકિસ્તાને ભારત સામે હાર બાદ શુક્રવારે હોંગકોંગને હરાવી સુપર-4માં સ્થાન મેળવ્યું હતું. બંને ટીમો હવે ફરી એકવાર દુબઈમાં સામસામે ટકરાશે. પહેલા મુકાબલામાં ભારતે પાકિસ્તાનને 5 વિકેટે હરાવ્યું હતું. જેમાં હાર્દિક પંડ્યાએ શાનદાર ઓલરાઉન્ડર પ્રદર્શન કર્યું હતું. આ રવિવારે દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન ફરી એ જ મેદાન પર ટકરાશે.

પહેલી ટક્કરમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું

એશિયા કપ 2022ની પ્રથમ મેચમાં ભારતે પાકિસ્તાનને 5 વિકેટે હરાવ્યું. 149 રનના ટાર્ગેટનો પીછો કરતા ભારતે રન ચેઝ કરી મેચ જીતી લીધી હતી. હાર્દિક પંડ્યાના શાનદાર ઓલરાઉન્ડર પરફોર્મન્સના સહારે ભારતે એશિયા કપની શાનદાર શરૂઆત કરી હતી. પાકિસ્તાન સામેની મેચમાં ભારતે શાનદાર પ્રદર્શન કરતા બોલિંગ-બેટિંગ બંને ડીપાર્ટમેન્ટમાં મજબુત પ્રદર્શન કર્યું હતું. સિનીયર બોલર ભુવનેશ્વર કુમારે દમદાર બોલિંગ કરતા પાકિસ્તાનના ચાર બેટ્સમેનોને આઉટ કરાયા હતા. ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ પણ ધારદાર બોલિંગ કરતા ત્રણ વિકેટ ઝડપી હતી. જ્યારે અર્શદીપ સિંહે બે અને આવેશ ખાને એક વિકેટ લીધી હતી. બેટિંગમાં વિરાટ કોહલી, રવિન્દ્ર જાડેજા અને હાર્દિક પંડ્યાએ ટીમને જીત અપાવવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું. હાર્દિક પંડ્યાએ દમદાર ઑલરાઉન્ડ પ્રદર્શન કરતા 3 વિકેટ પણ ઝડપી હતી સાથે જ 17 બૉલમાં 33 રન પણ ફટકાર્યા હતા, જ્યારે રવિન્દ્ર જાડેજાએ 29 બૉલમાં 35 રન ફટકાર્યા હતા અને ટીમને જીત અપાવી હતી.

ક્રિકેટપ્રેમીઓમાં ભારે ઉત્સાહ

એશિયા કપ 2022ની સૌપ્રથમ મેચમાં જ કટ્ટર હરીફ ભારત અને પાકિસ્તાનની ટીમો સામ-સામે ટકરાઈ હતી. જે મેચને લઇ પહેલથી વિશ્વભરના ક્રિકેટ ચાહકોમાં ભારે ઉત્સાહ હતો. આ મેચમાં ભારતે પાકિસ્તાનને હરાવતા ભારતભરમાં ઉત્સવનો માહોલ છવાયો હતો. ભારતની આ જીતને ફેન્સે શાનદાર રીતે ઉજવી હતી અને ફરી તમામ ભારતીય ફેન્સ ઉજવણી કરવા માટે તૈયાર છે. રવિવારે ફરી બંને દેશો વચ્ચે ટક્કર થશે જેને લઇ દેશભરમાં રોમાંચ વધી ગયો છે. ભારત ફરી પાકિસ્તાનને હરાવવા સક્ષમ છે અને ભારતીય ફેન્સ ઉત્સવ મનાવવા તૈયાર છે. રવિવારનો મહામુકાબલો ભારે રોમાંચક રહેશે એવી દર્શકોને આશા છે. 

Previous Post Next Post