વર્લ્ડકપ પહેલા ટીમ ઈન્ડિયાનું વધ્યું ટેન્શન, હુડ્ડાના સ્થાને કોણ હશે?

[og_img]

  • ઈજાના કારણે હુડ્ડા આફ્રિકા શ્રેણીમાંથી બહાર, વર્લ્ડકપ ગુમાવી શકે!
  • NCAમાં ફિટનેસ ટેસ્ટમાં પાસ થશે તો જ વર્લ્ડકપમાં રમશે
  • હુડ્ડાનું સ્થાન લેવા સંજુ-શ્રેયસ-દીપક વચ્ચે થઇ શકે ટક્કર

દીપક હુડાની T20 વર્લ્ડકપ 2022 માટે ભારતીય ટીમમાં પસંદગી કરવામાં આવી હતી, પરંતુ હવે ઈજાના કારણે તેને ઓસ્ટ્રેલિયામાં યોજાનારા આ વર્લ્ડકપમાં રમવામાં મુશ્કેલી પડી રહી છે. જો દીપક હુડ્ડા બહાર થઈ જાય છે, તો તે જોવાનું રસપ્રદ રહેશે કે કયા ખેલાડીને ટીમમાં સામેલ થવાની તક મળે છે.

ઈજાના કારણે ભારતીય ટીમની વધી મુશ્કેલી

ટીમ ઈન્ડિયાને તાજેતરના દિવસોમાં ખેલાડીઓની ઈજાઓના કારણે મુશ્કેલી થઇ રહી છે. રવિન્દ્ર જાડેજા અને પ્રસિદ્ધ ક્રિષ્ના જેવા ખેલાડીઓ પહેલેથી જ ઘાયલ થયા હતા. હવે આ યાદીમાં દીપક હુડ્ડાનું નામ જોડાઈ ગયું છે. હુડ્ડાને પીઠમાં ઈજા થઈ હતી, જેના કારણે તે દક્ષિણ આફ્રિકા સામેની T20 શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. હુડ્ડાની જગ્યાએ શ્રેયસ અય્યરને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. 27 વર્ષીય દીપક હુડ્ડાની ઈજા ગંભીર હોવાનું કહેવાય છે, તેથી તેને NCAમાં ફિટનેસ ટેસ્ટમાંથી પસાર થવું પડી શકે છે.

દીપક હુડ્ડા ઈજાગ્રસ્ત થતા આફ્રિકા શ્રેણીમાંથી બહાર

દીપક હુડ્ડા ઓસ્ટ્રેલિયાની ધરતી પર યોજાનાર આગામી T20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમમાં પસંદ કરવામાં આવ્યો હતો, પરંતુ હવે તેને ઈજાના કારણે T20 વર્લ્ડકપમાં રમવામાં મુશ્કેલી પડી રહી છે. જો દીપક હુડ્ડા બહાર થઈ જાય છે, તો તે જોવાનું રસપ્રદ રહેશે કે કયા ખેલાડીને ટીમમાં સામેલ થવાની તક મળે છે. ચાલો જાણીએ એવા ખેલાડીઓ વિશે જેઓ હુડ્ડાનો વિકલ્પ સાબિત થઈ શકે છે.

1. શ્રેયસ ઐયર: મિડલ ઓર્ડર બેટ્સમેન શ્રેયસ અય્યરને T20 વર્લ્ડકપ માટે સ્ટેન્ડ-બાય તરીકે સામેલ કરવામાં આવ્યો હતો. હવે જો દીપક હુડ્ડા T20 વર્લ્ડકપમાંથી બહાર થઈ જાય છે, તો શ્રેયસ તેની જગ્યાએ મુખ્ય દાવેદાર તરીકે ઉભરી શકે છે. હુડ્ડાના સાઉથ આફ્રિકા સામેની T20 સિરીઝમાંથી બહાર થયા બાદ શ્રેયસ અય્યરને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. શ્રેયસ અય્યરે તેની છેલ્લી T20 મેચ ગયા મહિને વેસ્ટ ઈન્ડિઝ સામે લોડરહિલ ખાતે રમી હતી.

2. સંજુ સેમસન: સંજુ સેમસનને આગામી T20 વર્લ્ડકપ 20222 માટે ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો ન હતો. BCCIના આ નિર્ણયથી ઘણા ક્રિકેટ ફેન્સ નાખુશ હતા. હવે દીપક હુડાના T20 વર્લ્ડકપ 2022માંથી બહાર થવાની સ્થિતિમાં સંજુ સેમસનના નામ પર પણ વિચાર કરી શકાય છે. સંજુ સેમસને ભારત માટે અત્યાર સુધીમાં 16 T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 21.14ની સરેરાશ અને 135.15ની સ્ટ્રાઈક રેટથી 296 રન બનાવ્યા છે.

3. દીપક ચાહર: ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર દીપક ચહરને પણ T20 વર્લ્ડકપ માટે સ્ટેન્ડ બાય તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. એશિયા કપમાં દીપક ચહર પણ સ્ટેન્ડબાય હતો, પરંતુ આવેશ ખાનની તબિયત ખરાબ થતાં તેને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. દીપક ચાહર બેટ સાથે પણ મૂલ્યવાન યોગદાન આપવામાં નિષ્ણાત હોવાથી તે દીપક હુડ્ડાનો વિકલ્પ બની શકે છે. દીપક ચાહરે ઈજામાંથી સાજા થયા બાદ ઝિમ્બાબ્વે સામેની વનડે શ્રેણીમાં ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

9 ઓક્ટોબર સુધી ફેરફારો થઈ શકે છે

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના નિયમો અનુસાર તમામ ટીમો પાસે તેમની ટીમમાં ફેરફાર કરવા માટે 9 ઓક્ટોબર સુધીનો સમય છે. તે પછી, ટીમમાં ફેરફાર કરવા માટે ICCની પરવાનગી લેવી પડશે. ઉદાહરણ તરીકે કેમરૂન ગ્રીન હાલમાં T20 વર્લ્ડકપ માટે ઓસ્ટ્રેલિયન ટીમનો ભાગ નથી. પરંતુ ભારત સામેના તેના શાનદાર પ્રદર્શન બાદ તેને ટીમમાં સામેલ કરી શકાય છે.

ICC મેન્સ T20 વર્લ્ડકપ 2022 માટે ભારતીય ટીમ:

રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ-કેપ્ટન), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દીપક હુડા, રિષભ પંત (વિકેટકીપર), દિનેશ કાર્તિક (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, આર. અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, જસપ્રિત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ, અર્શદીપ સિંહ.

أحدث أقدم