પોરબંદરના બળેજ અને ઊંટડા ગામે ત્રણ ગેરકાયદે ખાણો ઝડપાઈ

[og_img]

  • પોરબંદરમાં ખાણ અને ખનીજ વિભાગનો સપાટો
  • 2 સ્થળોએ દરોડા પાડી ગેરકાયદે રેત ખનન ઝડપ્યું
  • 1 હીટાચી સહિત 55 લાખનો મુદામાલ સીઝ કરાયો

પોરબંદરના બળેજ અને ઉંટડા ગામે ગેરકાયદે ખાણો ઉપર ખાણ-ખનીજ વિભાગે દરોડા પાડી ત્રણ ગેરકાયદે ખાણો ઝડપી ત્યાંથી 8 કટિંગ મશીન, 2 જનરેટર અને 1 હીટાચી મશીન સહિત 55 લાખનો મુદ્દામાલ સીઝ કર્યો છે.

પોરબંદર ખાણ ખનીજ વિભાગની ટીમે માધવપુર નજીકના બળેજ અને ઉંટડા ગામે દરોડો પાડયો હતો. જેમાં બળેજ ગામે 2 ખાણોમાંથી પાંચ ચકરડી(કટિંગ મશીન), એક જનરેટર અને એક હીટાચી મશીન મળી 55 લાખનો મુદામાલ સીઝ કર્યો છે. એ સિવાય ઉંટડા ગામે પણ ચેકિંગ દરમ્યાન એક ગેરકાયદે ખાણ ઝડપાઈ છે. જ્યાંથી, ત્રણ કટિંગ મશીન અને એક જનરેટર સહિત દસ લાખનો મુદામાલ બીલ્ડીંગ લાઈમસ્ટોનના ગેરકાયદેસર ખનન બદલ સીઝ કરાયો હતો. બન્ને સ્થળોએથી સીઝ કરેલ મુદ્દામાલ નવીબંદર પોલીસ સ્ટેશન ખાતે સોંપાવામાં આવ્યો છે.

ખાણખનીજ વિભાગ દ્વારા ત્રણેય ખાણોની ખાણોની માપણીની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ખાણ ખનીજ ખાતા રોયલ્ટી ઇન્સ્પેકટર નીલેશભાઈ ગોહિલે જણાવ્યું હતું કે માપણી બાદ ખનીજચોરીનો આંક બહાર આવશે. ઉલ્લેખનીય છે કે પોરબંદરની મિયાણીથી માધવપુર સુધીની દરિયાઈ પટ્ટી પર અનેક ગેરકાયદે ખાણો ધમધમી રહી છે. અગાઉ પણ વહીવટીતંત્ર દ્વારા દરોડા પાડવા છતાં આવી ખાણો ફરી શરુ થઇ જાય છે.

Previous Post Next Post