ક્રિકેટર અર્શદીપ સિંહને બદનામ કરવાના પાકિસ્તાનના ષડયંત્રનો પર્દાફાશ

[og_img]

  • પાકિસ્તાનના ISPR દ્વારા અર્શદીપને ખાલિસ્તાની તરીકે વર્ણવવાનું ષડયંત્ર
  • પાકિસ્તાની ટ્વિટર હેન્ડલ પરથી સેંકડો ખાલિસ્તાની ટ્વિટ કરવામાં આવી
  • શીખ લોકોને ભારત વિરુદ્ધ ઉશ્કેરવા પંજાબમાં ષડયંત્ર રચવામાં આવ્યું

ભારત-પાકિસ્તાન મેચ બાદથી જ ક્રિકેટર અર્શદીપ સિંહ સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. તેની સામેના ષડયંત્રનો હવે પર્દાફાશ થયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ક્રિકેટર અર્શદીપ સિંહને લઈને પાકિસ્તાનના ષડયંત્રનો પર્દાફાશ થયો છે.

અર્શદીપને ખાલિસ્તાની તરીકે વર્ણવવાનું ષડયંત્ર

ભારત-પાકિસ્તાન મેચ બાદથી જ ક્રિકેટર અર્શદીપ સિંહ સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. તેની સામેના ષડયંત્રનો હવે પર્દાફાશ થયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ક્રિકેટર અર્શદીપ સિંહને લઈને પાકિસ્તાનના ષડયંત્રનો પર્દાફાશ થયો છે. એવું જાણવા મળ્યું છે કે પાકિસ્તાનના ISPR દ્વારા અર્શદીપને ખાલિસ્તાની તરીકે વર્ણવવાનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું.

શીખ લોકોને ઉશ્કેરવા ષડયંત્ર

શીખ લોકોને ભારત વિરુદ્ધ ઉશ્કેરવા પંજાબમાં આવું ષડયંત્ર રચવામાં આવ્યું હતું. આ માટે પાકિસ્તાન તરફથી પાકિસ્તાની ટ્વિટર હેન્ડલ પરથી સેંકડો ખાલિસ્તાની ટ્વિટ કરવામાં આવી હતી.

કેચ છુટતા અર્શદીપ ટ્રોલ થયો

એશિયા કપ-2022ના સુપર-4માં રવિવારે ભારત-પાકિસ્તાન વચ્ચે મુકાબલો થયો હતો. ભારત અને પાકિસ્તાન સાથે મેચ હોય એટલે દર્શકોમાં ભારે ઉત્સાહ હોય તે સ્વાભાવિક છે. પ્રશંસકોની સાથે સાથે ખેલાડીઓ પર પણ એટલો જ ભાર હોય. આવાજ દબાણ વચ્ચે રમાતી આ મેચમાં ભારતીય ખેલાડી અર્શદીપ સિંહ એક કેચ છુટતા ભારે ટ્રોલ થવા લાગ્યો. પાકિસ્તાને અહીં ટીમ ઈન્ડિયાને પાંચ વિકેટે હરાવ્યું હતું. જ્યારે આ મેચ નાજુક વળાંક પર હતી, તે સમયે ટીમ ઈન્ડિયાના યુવા બોલર અર્શદીપ સિંહ એક કેચ ચૂકી ગયો હતો. જેના માટે તેની ખૂબ ટીકા થઈ રહી છે, એટલું જ નહીં તેને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી રહ્યો છે.

વિકિપીડિયા પર અર્શદીપના પેજ પર ફેરફારો

આટલુ ઓછુ હોય તેમ વિકિપીડિયા પર અર્શદીપ સિંહના પેજ પર કેટલાક ફેરફારો કરવામાં આવ્યા હતા અને ‘ખાલિસ્તાની’ સંગઠનની લિંક હતી. હવે આ મામલે ભારત સરકાર સક્રિય બની છે અને IT મંત્રાલય દ્વારા વિકિપીડિયાને નોટિસ મોકલવામાં આવી છે. IT મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર અર્શદીપ સિંહના વિકિપીડિયા પેજ પર ખાલિસ્તાનના સમર્થનમાં હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ બનાવથી ભારતમાં ધાર્મિક લાગણીઓ છંછેડાય તેવી શક્યતા છે, સાથે જ અર્શદીપ સિંહના પરિવારની સુરક્ષા માટે પણ ખતરો બની શકે છે.

أحدث أقدم