અમદાવાદમાં વિજય હઝારે ટ્રોફીના નોકઆઉટ મુકાબલા રમાશે

[og_img]

  • BCCIએ 2022-23ની ડોમેસ્ટિક સિઝનના પ્રોગ્રામને જાહેર કર્યો
  • સૈયદ મુશ્તાક અલી ટ્રોફીના નોકઆઉટ રાઉન્ડની યજમાની કરશે કોલકાતા
  • લખનઉ, ઇન્દોર, રાજકોટ, પંજાબ, જયપુર લીગ મેચોની યજમાની કરશે

BCCIએ 2022-23ની ડોમેસ્ટિક સિઝનના પ્રોગ્રામને જાહેર કર્યો છે અને કોલકાતા તથા અમદાવાદ અનુક્રમે સૈયદ મુશ્તાક અલી ટ્રોફી અને વિજય હઝારે ટ્રોફી ક્રિકેટ ટૂર્નામેન્ટના નોકઆઉટ તબક્કાની યજમાની કરશે.

BCCIએ પ્રોગ્રામની કરી જાહેરાત

BCCI આગામી મહિનામાં બે ઇરાની કપ મુકાબલા પણ રમાડશે. સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 11મી ઓક્ટોબરથી પાંચમી નવેમ્બર સુધી તથા વિજય હજારે વન-ડે ટૂર્નામેન્ટ 12મી નવેમ્બથી બીજી ડિસેમ્બર સુધી રમાશે. લખનઉ, ઇન્દોર, રાજકોટ, પંજાબ અને જયપુર મુશ્તાક અલી ટ્રોફીના લીગ તબક્કાની મેચોની યજમાની કરશે. BCCI હવે અંડર-15 વિમેન્સ ક્રિકેટ ટૂર્નામેન્ટ પણ રમાડશે.   

أحدث أقدم