ચાલુ ગરબામાં શરૂ થયો ધોધમાર વરસાદ તો'ય ખેલૈયાઓ રમતા રહ્યા

[og_img]

  • છોટા ઉદેપુરના સંખેડા તાલુકામાં નવરાત્રીમાં મેઘમહેર
  • સંખેડાના બહાદરપૂરમાં ચાલુ ગરબાએ થયો ધોધમાર વરસાદ
  • વરસાદ વચ્ચે પણ ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા

છોટા ઉદેપુર જિલ્લાના સંખેડાના બહાદરપૂરમાં ખેલૈયાઓ વરસાદ વચ્ચે પણ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા. બીજા દિવસના નોરતામાં ગરબા રમઝટ બાદ ત્રીજા દિવસે અચાનક વરસાદી માહોલ સર્જાતા ધોધમાર વરસાદની વચ્ચે બહાદરપુર ગામના ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘુમ્યા હતા.

નાના ભૂલકાઓ પણ મોટી સંખ્યામાં વરસાદ વચ્ચે ગરબે ઘૂમતા નજરે પડ્યા હતા. ગરબાનો નજરો જોવા માટે પણ ગામના લોકો મોટી સંખ્યામાં દુકાનોની છતોનો સહારો લઈને ઉભેલા મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા. આવા વરસાદી માહોલ વચ્ચે પણ ખેલૈયાઓએ ગરબાની લાઇન તોડી ન હતી અને મોડી રાત સુધી ગરબે ઘૂમ્યા હતા.

નવલી નોરતાના ત્રીજા નોરતાના ગરબાનુ આયોજન સફળ બનાવ્યું હતું. વરસાદી વિઘ્ન વચ્ચે પણ બહાદરપુર ગામના ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા અને વરસાદી માહોલની પણ મજા લીધી હતી. આયોજકો પણ વરસાદ વચ્ચે ખડે પગે ઊભા રહીને સાથ સહકાર ખેલૈયા ઓને આપ્યો હતો.