[og_img]
- દક્ષિણ આફ્રિકા સામે બીજી T20 માટે ટીમ ગુવાહાટી પહોંચી
- બીજી મેચ 2 ઓક્ટોબરે બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે
- પેહલી મેચમાં જીતના હીરો અર્શદીપ-દીપક ચાહરે કેક કાપી
ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકા સામેની બીજી T20I માટે ગુવાહાટી પહોંચી ગઈ છે. ભારત શ્રેણીમાં 1-0થી આગળ છે અને બુમરાહ ઈજાના કારણે આગામી બે મેચોમાંથી બહાર થઈ ગયો છે. સિરાજને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
ભારતીય ટીમ ગુવાહાટી પહોંચી
ભારતીય ક્રિકેટ ટીમ રવિવારે દક્ષિણ આફ્રિકા સામેની બીજી T20 મેચ માટે ગુવાહાટી પહોંચી ગઈ છે. ત્રણ મેચોની T20 શ્રેણીની બીજી મેચ 2 ઓક્ટોબરે બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. ભારતે પ્રથમ મેચમાં દક્ષિણ આફ્રિકાને એકતરફી રીતે હરાવ્યું હતું. અર્શદીપ સિંહ અને દીપક ચહરની જોડીએ આફ્રિકાના ટોપ ઓર્ડરને તોડી પાડ્યું હતું.
BCCIએ વીડિયો શેર કર્યો
BCCIએ સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી એક વીડિયો શેર કર્યો છે, જેમાં અર્શદીપ સિંહ અને દીપક ચહર પ્રથમ મેચ જીત્યા બાદ કેક કાપતા જોવા મળે છે. તે જ સમયે, બંને ટીમો એરપોર્ટ પર વાતચીત કરતી પણ જોઈ શકાય છે.
બુમરાહના સ્થાને સિરાજ ટીમમાં સામેલ
આફ્રિકા સામેની પ્રથમ મેચમાં ન રમનાર જસપ્રીત બુમરાહ ઈજાના કારણે શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. તેના સ્થાને, મોહમ્મદ સિરાજને દક્ષિણ આફ્રિકા સામેની બાકીની બે T20 આંતરરાષ્ટ્રીય મેચ માટે ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. 28 વર્ષીય જમણા હાથના ફાસ્ટ બોલરે અત્યાર સુધીમાં પાંચ T20 ઈન્ટરનેશનલ મેચ રમી છે જેમાં તેણે પાંચ વિકેટ ઝડપી છે. તેણે આ વર્ષે ફેબ્રુઆરીમાં ધર્મશાલામાં શ્રીલંકા સામે તેની છેલ્લી T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી.
ભારત ત્રણ મેચની શ્રેણીમાં 1-0થી આગળ
ભારત હાલમાં દક્ષિણ આફ્રિકા સામેની ત્રણ મેચની શ્રેણીમાં 1-0થી આગળ છે. તેઓએ બુધવારે તિરુવનંતપુરમમાં પ્રથમ મેચ આઠ વિકેટથી જીતી હતી. બીજી મેચ 2 ઓક્ટોબરે ગુવાહાટીમાં અને ત્રીજી મેચ 4 ઓક્ટોબરે ઈન્દોરમાં રમાશે.