ભારતને હરાવવા પાકિસ્તાને બનાવ્યો પ્લાન, બે ભારતીય ખેલાડીઓ નિશાના પર

[og_img]

  • ભારત સામે પાકિસ્તાનની ટીમે અલગ જ પ્લાન બનાવ્યો
  • હાર્દિક-સૂર્યકુમાર માટે ખાસ યોજના બનાવી
  • પાકિસ્તાની ફાસ્ટ બોલર હરિસ રઉફે કર્યો ખુલાસો

એશિયા કપ 2022માં ફરી એક વાર હાઈ-વોલ્ટેજ મેચ થવા જઈ રહી છે. દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં ભારતીય ટીમ અને પાકિસ્તાન વચ્ચે ટક્કર થવાની છે. આ મેચ ભારતીય સમય અનુસાર સાંજે 7.30 વાગ્યાથી રમાશે. રમવાની છે. આ મેચમાં પાકિસ્તાનની ટીમ ક્યા પ્લાન સાથે ઉતરશે તેનો ખુલાસો હરિસ રઉફે કર્યો છે. રઉફે ટી-શર્ટ ભેટ આપવા બદલ વિરાટ કોહલીનો પણ આભાર માન્યો હતો.

પાકિસ્તાનના પ્લાનનો ખુલાસો

એશિયા કપ 2022 સિઝનમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે આ બીજી મેચ છે. આ પહેલા 28 ઓગસ્ટે ટક્કર થઈ હતી. તે મેચમાં ભારતીય ટીમે પાકિસ્તાનને 5 વિકેટે હરાવ્યું હતું. હવે બીજી મેચમાં બદલો લેવા માટે પાકિસ્તાનની ટીમે અલગ જ પ્લાન બનાવ્યો છે, જેનો ખુલાસો થયો છે.

હરિસ રઉફે યોજનાનો ખુલાસો કર્યો

આ ખુલાસો પાકિસ્તાનના ફાસ્ટ બોલર હરિસ રઉફે કર્યો છે. તેણે કહ્યું કે ટીમની યોજના માત્ર બે ખેલાડીઓ હાર્દિક પંડ્યા અને સૂર્યકુમાર યાદવને નિશાન બનાવવાની છે. આ બંને ખેલાડીઓની વિકેટ પડતા જ ભારતીય ટીમ નબળી પડી જશે. તમને જણાવી દઈએ કે પાકિસ્તાન ટીમના ત્રણ ખેલાડી શાહીન શાહ આફ્રિદી, મોહમ્મદ વસીમ જુનિયર અને શાહનવાઝ દહાની ઈજાના કારણે બહાર થઈ ગયા છે. જ્યારે ભારતીય ટીમમાં જસપ્રીત બુમરાહ અને રવિન્દ્ર જાડેજા પણ ઈજાના કારણે રમી રહ્યા નથી.

હાર્દિક-સૂર્યકુમાર માટે ખાસ પ્લાન

મેચના એક દિવસ પહેલા પ્રેસ કોન્ફરન્સમાં હરિસ રઉફે કહ્યું, ‘ટીમ ઈન્ડિયામાં બે ખેલાડી સૂર્યકુમાર યાદવ અને હાર્દિક પંડ્યા ખૂબ જ મહત્વપૂર્ણ છે. અમારી યોજના આ બંનેની વિકેટ વહેલી તકે મેળવવાની હશે. તેનાથી ભારતની ટીમ મુશ્કેલીમાં મુકાઈ જશે. તેઓ રન બનાવતા પહેલા થોડો સમય લે છે અને અમે તેમને સહેજ પણ તક ન આપવાનો પ્રયાસ કરીશું. જો અમે બંનેને વહેલી તકે આઉટ કરી શકીએ તો તે અમારી ટીમ માટે સારું રહેશે. બાય ધ વે, દરેક ટીમ અને દરેક ખેલાડીની અલગ-અલગ યોજના હોય છે. હું મારી ટાર્ગેટ બોલિંગ જ કરું છું. હું એ જ ધ્યેય સાથે બોલિંગ કરું છું કે વિર્દોહી ટીમ રન ન બનાવી શકે. T20 એક ઝડપી રમત છે. આમાં જો તમે રન ન આપો તો વિકેટ મળવાની પણ શક્યતા છે. એમાં કોઈ શંકા નથી કે ટીમ ઈન્ડિયા પાસે ઉત્તમ ખેલાડીઓ છે, પરંતુ અમે અમારી યોજના પ્રમાણે આગળ વધીશું.’

કોહલીએ રઉફને ટી-શર્ટ ગિફ્ટ કરી

તમને જણાવી દઈએ કે રઉફ પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીનો મોટો ફેન છે. છેલ્લી મેચ રમ્યા બાદ કોહલીએ પોતાની જર્સી પર હસ્તાક્ષર કર્યા અને રઉફને જર્સી ભેટમાં આપી. પ્રેસ કોન્ફરન્સમાં કોહલી વિશે પૂછવામાં આવેલા સવાલ પર રઉફે કહ્યું, ‘વિરાટ ભાઈ જે રીતે પોતાના દેશ માટે ક્રિકેટ રમ્યો છે. તે એક ઈતિહાસ છે. જ્યારે પણ તમે તેની સાથે વાત કરો છો, ત્યારે હંમેશા કંઈક શીખવા મળે છે. તેણે મને ટી-શર્ટ ગિફ્ટ કરી, તેના માટે આભાર. મેં ઘણા સમય પહેલા તેની પાસે ટી-શર્ટ માંગી હતી.

Previous Post Next Post