મોહમ્મદ શમીનો કોરોના ટેસ્ટ નેગેટિવ, ટીમમાં સામેલ કરવામાં મૂંઝવણ

[og_img]

  • આફ્રિકા સામે મેચ પહેલા શમીનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો
  • મેચ પહેલા ટીમમાં સામેલ કરવા અંગે ટીમ મેનેજમેન્ટ દ્વિધામાં
  • T20 વર્લ્ડકપના રિઝર્વ ખેલાડીઓમાં શમી સામેલ

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની T20 શ્રેણીમાંથી સિનિયર પેસ બોલર મોહમ્મદ શમી કોરોનાના કારણે બહાર થઈ ગયો છે અને તેના સ્થાને ઉમેશ યાદવને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. જોકે બન્ને ટીમ વચ્ચેના પ્રથમ મુકાબલા પહેલાં શમીનો કોરોના ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.

વર્લ્ડકપના રિઝર્વ ખેલાડીઓમાં શમી સામેલ

ઓસ્ટ્રેલિયા ખાતેના વર્લ્ડકપના રિઝર્વ ખેલાડીઓમાં શમીને સામેલ કરવામાં આવ્યો હતો અને તેને સાઉથ આફ્રિકા સામે રમાડવાનું નિશ્ચિત મનાતું હતું પરંતુ કોરોનાના કારણે તેને ટીમમાંથી બહાર જવાની ફરજ પડી હતી. BCCI તેના બદલે અન્ય ખેલાડીની જાહેરાત કર્યાના ગણતરીના કલાકોમાં શમીનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હોવાથી તેને ટીમમાં સામેલ કરવા અંગે ટીમ મેનેજમેન્ટ દ્વિધામાં મુકાઈ ગયું છે.

હુડ્ડા-ભુવનેશ્વર-હાર્દિકને આરામ

સાઉથ આફ્રિકા સામેની શ્રેણી માટે શમી ઉપરાંત દીપક હૂડા, ભુવનેશ્વર કુમાર તથા હાર્દિક પંડયાને આરામ અપાયો છે. તેમના સ્થાને પેસ બોલર ઉમેશ યાદવ, બેટ્સમેન શ્રેયસ ઐયર તથા ઓલરાઉન્ડર શાહબાઝ એહમદને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.