ગોત્રી રોડ ખાતે સત્વ ફ્લેટમાં નવરાત્રી નિમિત્તે અનોખું ક્રિએટીવ ડેકોરેશન કરાયું

[og_img]

  • ફ્લેટના રહીશો દ્વારા ગબ્બર ટેકરીની પ્રતિકૃતિ વાળું મૂવિંગ ડેકોરેશન બનાવાયું
  • મૂવિંગ ડેકોરેશનમાં લાકડાં, જુનાં રમકડાં, આઈસક્રીમની ચમચીઓ, મેચબોક્સનો ઉપયોગ
  • વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુઓનો ઉપયોગ કરી બનાવાયું અનોખું ડેકોરેશન

વડોદરા શહેરના ગોત્રી વિસ્તારના કુણાલ ચાર રસ્તા પાસે આવેલાં સત્વ ફ્લેટના રહીશો દ્વારા પ્રખ્યાત અંબાજીના ગબ્બર ટેકરીની પ્રતિકૃતિવાળું મૂવિંગ ડેકોરેશન બનાવવામાં આવ્યું છે.

જે વિશે સત્વ ફ્લેટના રહીશ હર્ષલભાઈ બક્ષીએ જણાવ્યું હતું કે, સામન્ય રીતે લોકો ગણપતિમાં અનેક પ્રકારના મૂવિંગ ડેકોરેશન કરતાં જ હોય છે. પરંતુ નવરાત્રીમાં લોકોને ગરબા સાથે કંઈક નવું જોવાનો મોકો મળે તેથી અમારા ફ્લેટના રહીશો દ્વારા ગબ્બરની ટેકરીનું મૂવિંગ ડેકોરશન બનાવવામાં આવ્યું છે. વળી, આજની જનરેશનમાં પણ ક્રિએટીવીટી અને કંઈક નવું કરવાની હોંશ જાગે તેથી અમે આ પ્રકારનું ડેકોરેશન તૈયાર કર્યું છે. જેમાં અમારા ફ્લેટના બાળકો પણ હોંશભેંર જોડાયા હતા. જે બનાવતાં અમને ૮ દિવસનો સમય લાગ્યો છે.

ડેકોરેશનમાં અમે અમારા ફ્લેટની પ્રતિકૃતિ બનાવી ત્યાંથી ગબ્બર ટેકરી જવાનો રસ્તો બતાવ્યો છે. ઉપરાંત તેની આસપાસ રોપ-વે, વિલેજ, હોસ્પિટલ, કેનાલ, અંબાજીનું બસ સ્ટેશન સહિતનું મૂવિંગ ડેકોરેશન કર્યું છે. જેમાં આઈસક્રીમની ચમચીઓ, જુનાં રમકડાં, મેચ બોક્સ સ્ટીક્સ સહિત ઘરમાં પડેલી વેસ્ટ અને ઈકોફ્રેન્ડલી ચીજ-વસ્તુઓનો ઉપયોગ કર્યો છે.