બાંગ્લાદેશી હિંદુ ક્રિકેટર પર કટ્ટરપંથીઓ થયા ગુસ્સે, ધર્મ પરિવર્તન માટે કહ્યું

[og_img]

  • લિટન દાસે સોશિયલ મીડિયા પર દુર્ગા પૂજાની પોસ્ટ શેર કરી
  • કટ્ટરવાદીઓ ગુસ્સે થયા અને ધર્મ બદલવા માટે કહેવા લાગ્યા
  • આ પહેલા જન્માષ્ટમી પર પણ ટ્રોલ તેને ટ્રોલ કરવામાં આવ્યો

બાંગ્લાદેશના હિંદુ ક્રિકેટર લિટન દાસ પર કટ્ટરવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. આ હિન્દુ ક્રિકેટરે હાલમાં જ સોશિયલ મીડિયા પર દુર્ગા પૂજાની શુભકામના આપતી એક પોસ્ટ શેર કરી છે. જેમાં મા દુર્ગાનો ફોટો પણ શેર કર્યો છે. આ પછી કટ્ટરવાદીઓ તેમના પર ગુસ્સે થઈ ગયા અને તેમને ધર્મ બદલવા માટે કહેવા લાગ્યા.

નવરાત્રીનો તહેવાર થયો શરૂ

આ દિવસોમાં નવરાત્રીનો તહેવાર શરૂ થયો છે. બધા હિન્દુઓ આ તહેવારને ખૂબ જ ઉત્સાહથી ઉજવે છે. રમતગમતની દુનિયા પણ આમાંથી બાકાત નથી. આવું જ કંઈક બાંગ્લાદેશમાં થયું, જ્યાં હિન્દુ ક્રિકેટર લિટન દાસે પણ માતાનો ફોટો શેર કરીને અભિનંદન પાઠવ્યા.

લિટન દાસ પર કટ્ટરપંથીઓનો હુમલો

બાંગ્લાદેશના હિંદુ ક્રિકેટર લિટન દાસે હાલમાં જ સોશિયલ મીડિયા પર દુર્ગા પૂજાની શુભકામના આપતી એક પોસ્ટ શેર કરી છે. આ પછી કટ્ટરવાદીઓ તેમના પર ગુસ્સે થઈ ગયા અને તેમને ધર્મ બદલવા માટે કહેવા લાગ્યા.

અનેક ધર્મના લોકોએ અભિનંદન પાઠવ્યા

એવું નથી કે લિટન દાસની પોસ્ટ પર દરેકે આવી ભડકાઉ કોમેન્ટ કરી હોય. કોમેન્ટ કરતી વખતે ઘણા યુઝર્સે લિટન દાસને દુર્ગા પૂજા માટે અભિનંદન પણ પાઠવ્યા હતા. જેમાં તમામ ધર્મના લોકો જોડાયા હતા. પરંતુ કટ્ટરવાદીઓએ લિટન દાસને સતત ટ્રોલ કરવાનો પ્રયાસ કર્યો છે.

લિટન દાસે માં દુર્ગાનો ફોટો શેર કર્યો

લિટન દાસે ફેસબુક પર એક પોસ્ટ શેર કરી છે. લિટન દાસે બંગાળીમાં લખ્યું, ‘દુર્ગા પૂજાની શુભેચ્છા. માતા આવે છે. લિટન દાસે 25 સપ્ટેમ્બર રવિવારે આ પોસ્ટ શેર કરી હતી. ત્રણ દિવસમાં આ પોસ્ટ પર 47 હજારથી વધુ લાઇક્સ આવી છે, જ્યારે 6.3 હજારથી વધુ કોમેન્ટસ થઈ છે.

એક બાળકનો વીડિયો વાયરલ થયો હતો

આ પહેલા કૃષ્ણ જન્માષ્ટમી પર પણ લિટન દાસને ટ્રોલ કરવામાં આવ્યો હતો. તે સમયે આ ક્રિકેટરને ધમકીઓ પણ મળી હતી. ત્યારબાદ એક બાળકનો વીડિયો પણ ઘણો વાયરલ થયો હતો, જેમાં તે પોતાના ફેવરિટ બાંગ્લાદેશી ક્રિકેટર્સના નામ જણાવી રહ્યો હતો. ત્યારબાદ તેણે ફેવરિટ ખેલાડીઓમાં મશરફી મોર્તઝાનું નામ લીધું હતું. બાળકે વીડિયોમાં તસ્કીન અહેમદ અને શરીફુલને પોતાના ફેવરિટ ક્રિકેટર ગણાવ્યા હતા. આ દરમિયાન જ્યારે બાળકને સૌમ્યા સરકાર વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે તે તેને પસંદ નથી કરતો અને તેને મળવા પણ માંગતો નથી, કારણ કે તે હિંદુ છે.

લિટન દાસે અત્યાર સુધી 35 ટેસ્ટ, 57 વનડે રમી

વિકેટકીપર બેટ્સમેન લિટન દાસ અને ઓલરાઉન્ડર સૌમ્ય સરકાર બાંગ્લાદેશ ક્રિકેટ ટીમમાં રમી રહેલા હિંદુ ખેલાડીઓમાં સામેલ છે. લિટન દાસ આવતા મહિને એટલે કે 13 ઓક્ટોબરે 28 વર્ષનો થશે. તેણે બાંગ્લાદેશ માટે અત્યાર સુધીમાં 35 ટેસ્ટ, 57 વનડે અને 55 T20 મેચ રમી છે. જ્યારે સૌમ્ય સરકારે 16 ટેસ્ટ, 61 વનડે અને 66 T20 મેચ રમી છે.

Previous Post Next Post