કોંગ્રેસી નેતાઓની જબાન પર લગામ કસવા એડવાઈઝરી જારી કરાઈ

[og_img]

  • ગેહલોત-પાયલોટ કેમ્પ વચ્ચેના ‘યુદ્ધ’ મુજ્જે કોંગ્રેસ હાઈકમાન્ડ કડક
  • રાજસ્થાનમાં ગેહલોત અને પાયલોટ વચ્ચેના વિવાદે જોર પકડ્યું
  • કોંગી નેતાઓ માટે સંગઠનના મહાસચિવે એડવાઈઝરી જારી કરી

છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણીને લઈ ચર્ચાઓએ જોર પકડ્યું છે તો આ સાથે રાજસ્થાન કોંગ્રેસનો વિવાદ પણ હાલ ખુબ ચગી રહ્યો છે. કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણી વચ્ચે રાજસ્થાનમાં પાર્ટીની અંદર હોબાળો મચી ગયો છે. રાજ્યમાં ગેહલોત અને પાયલોટ વચ્ચેના વિવાદે જોર પકડ્યું છે. બંનેના સમર્થકો એકબીજા પર ગંભીર આરોપો લગાવી રહ્યા છે. આવી સ્થિતિમાં હવે કોંગ્રેસે પોતાના નેતાઓ પર નિયંત્રણ રાખવા માટે એડવાઈઝરી જારી કરી છે.

સંગઠનના મહાસચિવ કેસી વેણુગોપાલે એક પત્ર જારી કરીને કહ્યું કે, રાજસ્થાનમાં નેતાઓએ એકબીજા વિશે નિવેદનબાજી ન કરવી જોઈએ અને પાર્ટીની આંતરિક બાબતો પર જાહેર નિવેદનો ન કરવા જોઈએ. તેમણે કહ્યું કે જો કોઈ નેતા આવું કરતા જોવા મળશે તો તેની સામે કડક શિસ્તભંગના પગલાં લેવામાં આવશે.