માનવમાં સદગુણ અને ચારિત્રનું નિર્માણ કરવું એ શિક્ષણનું સૌથી મહત્વપૂર્ણ કાર્ય, પાટણની વી.એમ. દવે સ્કૂલમાં શિક્ષક દિનની ઉજવણી કરાઈ | Building virtue and character in a human being is the most important function of education, Patan's V.M. Teacher's Day was celebrated in Dave School

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Building Virtue And Character In A Human Being Is The Most Important Function Of Education, Patan’s V.M. Teacher’s Day Was Celebrated In Dave School

પાટણ8 મિનિટ પહેલા

  • કૉપી લિંક

પાટણની વી.એમ. દવે પ્રાથમિક શાળામાં 5 સપ્ટેમ્બર શિક્ષક દિન નિમિત્તે શાળામાં ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણની યાદમાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી. તેમજ શિક્ષક અને ગુરુનું મહાત્મય વિદ્યાર્થીના જીવનમાં શું મહત્વ ધરાવે છે તેમજ માનવમાં સદગુણ અને ચારિત્રનું નિર્માણ કરવુંએ શિક્ષણનું સૌથી મહત્વપૂર્ણ કાર્ય છે.

શિક્ષકોને શિક્ષક દિનની શુભેચ્છાઓ આપી
શિક્ષક વિદ્યાર્થીઓનો મિત્ર દાર્શનિક અને માર્ગદર્શક હોવો જોઈએ તેનું આચરણ અનુકર્ણીય હોવું જોઈએ તેના માટે શિક્ષણ એ વ્યવસાય નહીં પણ જ્ઞાનયાત્રા હોવી જોઈએ ડો. રાધાકૃષ્ણ ના ‘શિક્ષણ અને શિક્ષક’ વિશેના વિચારો પણ શાળાની વિદ્યાર્થીની જે પ્રિન્સિપાલ બની હતી તે પરમાર તુલસી અને વાઈસ પ્રિન્સિપલ ઠાકોર નિકુલે વિદ્યાર્થીઓને સમજાવ્યા. તેમજ ડો. રાધાકૃષ્ણ અને વિપીનભાઈ દવે સાહેબ ના ફોટા નું કુમકુમ તિલકથી પૂજન કરી શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવ્યું હતી. શાળા સુપરવાઇઝર મમતાબેન ખમાર તેમજ શાળા સંચાલક જયેશભાઈ વ્યાસે બધા વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોને શિક્ષક દિનની શુભેચ્છાઓ આપી હતી.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post