પાટણના કાકોશીથી વાઘરોલ રોડ પર આવેલી ડમ્પીંગ સાઈટમાં ખુલ્લામાં પશુઓના મૃતદેહો છોડી દેવાયા | Cattle carcasses were left in the open at the dumping site on Patan's Kakoshi to Waghrol road.

પાટણ8 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • લંપી રોગ થી મૃત્યુ પામેલી ગાયો જમીનમાં દાટવાની જગ્યાએ કચરો સમજી ફેંકી દેવાતી હોવાના આક્ષેપો ઉઠ્યા
  • પાટણ જિલ્લા પશુપાલન અધિકારીએ સ્થળ તપાસ કરાવતાં મૃત ગાયો લંમ્પી ગ્રસ્ત ન હોવાનું જણાયું

પાટણ જિલ્લામાં લંમ્પી વાયરસનો કહેર યથાવત રહેવા પામ્યો છે. ત્યારે જિલ્લાના 432 ગાય લમ્પી વાયરસની ઝપેટમાં હોવાનું અને કુલ 5386 પશુઓ લમ્પી વાયરસની સંકમણમાં સપડાયા છે. જેમાંથી 2981 પશુઓની સારવાર કરાવી સ્વસ્થ બનાવવામાં આવ્યા છે. તો અત્યાર સુધીમાં પાટણ જિલ્લામાં લમ્પી વાયરસનાં કારણે 168 પશુઓનાં મોત નિપજયાં છે તો સમગ્ર જિલ્લામાં કુલ 1.46 લાખ પશુઓને લમ્પી વાયરસની રસી આપવામાં આવી હોવાનું પાટણ જિલ્લા પશુપાલન વિભાગના અધિકારી પરમારે જણાવ્યું હતું.

પાટણ જિલ્લામાં વ્યાપેલી લમ્પી વાયરસની સંકમણ વચ્ચે શુક્રવારના રોજ સિદ્ધપુર તાલુકાના કાકોશીથી વાઘરોલ રોડ પાસે આવેલ ડમ્પીંગ સાઈટની બાજુમાં લમ્પી રોગ થી મુત્યુ પામેલ ગાયોના મૃતદેહને કાગડા , કૂતરાના ભરોસે ખુલ્લી મુકી દીધા હોવાના વીડિયો ફોટા સોશ્યલ મીડિયા માં વાયરલ થતાં જિલ્લા વિકાસ અધિકારી દ્વારા આ બાબતે પાટણ જિલ્લા પશુપાલન વિભાગના અધિકારી પરમારને અવગત કરતાં તેઓએ તાત્કાલિક તાલુકા વિકાસ અધિકારી ને ધટના સ્થળે તપાસ માટે મોકલી આપી હકીકત મેળવતાં આ મૃત પશુઓના મોત લંમ્પી વાયરસ નાં કારણે નહીં પરંતુ કુદરતી રીતે થયેલાં હોવાનું જણાય આવ્યું હોવાનું તેઓએ જણાવ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post