વેરાવળની મુખ્ય બજારમાં દુકાનને નિશાન બનાવનાર તસ્કરોને પોલીસે CCTVના આધારે ઝડપી પાડ્યા | The traffickers who targeted the shop in Veraval's main market were nabbed by the police on the basis of CCTV

ગીર સોમનાથ (વેરાવળ)24 મિનિટ પહેલા

વેરાવળની મુખ્ય બજારમાં બે દિવસ પૂર્વે રાત્રીના સમયે એક દુકાનને નિશાન બનાવી બે તસ્કરોએ રૂ.10 હજાર રોકડા ચોરી કર્યાની ઘટના સામે આવી હતી. આ ચોરીની ઘટના દુકાનમાં લાગેલ સીસીટીવીમાં કેદ થઈ સામે આવી હતી. જેના આધારે ટેકનીકલ સર્વેલન્સની મદદથી દુકાનમાં હાથફેરો કરનાર બે તસ્કરોની પોલીસે ગણતરીના કલાકોમાં ધરપકડ કરી ચોરીના ગુનાનો ભેદ ઉકેલી નાખેલ છે.

પ્રાપ્ત વિગતો મુજબ બે દિવસ પૂર્વે રાત્રીના સમયે વેરાવળની મુખ્ય બજાર આરબ ચોકમાં આવેલ એક પ્રોવિઝન સ્ટોરની દુકાનને રાત્રીના સમયે અજાણ્યા તસ્કરોએ નિશાન બનાવીને દુકાનના થડામાં રહેલ રોકડા રૂ.10 હજારની ચોરી કરી નાસી ગયા હતા. જે અંગે દુકાન માલીક મહંમદ હનીફ હુશેનભાઇ ચૌહાણે ફરીયાદ નોંધાવી હતી. જેના પગલે પોલીસ સ્ટાફ સ્થળની તપાસ કરવા પહોંચેલ ત્યારે દુકાનમાં લાગાવેલ સીસીટીવી તપાસતા તેમાં અજાણ્યો એક તસ્કર ચોરી કરતા નજરે પડ્યા હતા.

જેના આધારે સીસી પીઆઈ એસ.એમ.ઈશરાણીએ પીએસઆઈ મુસારના નેતૃત્વમાં પોલીસ સ્ટાફની એક ટીમ બનાવી તપાસ શરૂ કરેલ હતી. જેમાં નેત્રમ સીસીટીવી તેમજ દુકાનમાં લગાવેલ સીસીટીવી ફુટેજના આધારે ટેકનીકલ સર્વેલન્સથી જીણવટપુર્વક તપાસ કરતા ચોરીની ઘટનાને વે શખ્સોએ અંજામ આપ્યો હોવાની માહીતી મળી હતી. જેમાં એક શખ્સ મોઢે રૂમાલ બાંધીને દુકાનના તાળા તોડીને અંદર પ્રવેશી ચોરી કરતો જોવા મળેલ જ્યારે બીજો શખ્સ દુકાનની બહાર ઉભીને દેખરેખ રાખી રહ્યો હતો. આ બંન્ને શખ્સોનો પતો લાગવા સ્ટાફ તપાસ કરી રહ્યો હતો.

દરમ્યાન ડી સ્ટાફના દેવદાનભાઇ, નટુભા બસીયા, રોહિત જગમાલભાઈને મળેલ સયુક્ત બાતમીના આધારે શહેરના સુભાષ રોડ ઉપર રબારી વાડાના નાકા પાસેથી પાસેથી આરોપીઓ (1) હુશેન ફારૂકભાઇ પંજા (2) યુનુસ હુશેનભાઇ બાનવા રહે.બન્ને વેરાવળ ચોરી કરેલ રોકડા રૂ.10 હજાર સાથે ઝડપી લીધા હતા. પકડાયેલ બંન્ને તસ્કરો મજુરી કામ કરતા હોવાનું અને જરૂરીયાત ઉભી થતા પ્રથમ વખત જ ચોરી કરેલ હોવાનું સુત્રોમાંથી જાણવા મળેલ છે.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم