આંગણવાડી કેન્દ્રમાં સુપરવાઈઝરની નોકરી અપાવવાની લાલચ આપી મહિલાઓ સાથે છેતરપિંડી આચરી, પોલીસે ફરિયાદ નોધી કાર્યવાહી હાથ ધરી | Complaint has been registered in Idar Police station against a man from Lunawada who cheated for the job of a supervisor in an anganwadi center.

આરોપી યુવકે પૈસા એડવાન્સ લીધા બાદ વધુ પૈસા પડાવવા માટે મેરીટ યાદી બતાવી હતી, પોલીસે હવે આરોપી પ્રકાશસિંહ ચંપાવતની ધરપકડ કરવા માટે કાર્યવાહી હાથ ધરી

આંગણવાડી કેન્દ્રમાં સુપરવાઈઝરની નોકરી અપાવવાની લાલચ આપી મહિલાઓ સાથે છેતરપિંડી આચરી, પોલીસે ફરિયાદ નોધી કાર્યવાહી હાથ ધરી

ઈડર પોલીસે ફરીયાદ નોંધી તપાસ હાથ ધરી

સાબરકાંઠા (Sabarkantha) જિલ્લાના ઈડર પોલીસ સ્ટેશન (Idar Police Station) માં મહિલાઓને આંગણવાડી કેન્દ્ર માં સુપરવાઈઝર તરીકે નોકરી અપવાવાને બહાને છેતરપિંડી આચરાવાને લઈ એક શખ્શ સામે ફરિયાદ નોંધાઈ છે. ચાર જેટલી મહિલાઓને નોકરી અપાવવાના બહાને પાંચ લાખ એેંશી હજાર રુપિયા પડાવી લઈ છેતરપિંડી આચરી છે. ઈડર પોલીસે મૂળ વડાલીના અને હાલમાં લુણાવાડા (Lunawada) માં રહેતા શખ્શ સામે ફરિયાદ નોંધી આરોપી ની ધરપકડ કરવા માટે કાર્યવાહી હાથ ધરી છે.

ઈડરના સુરપુરમાં રહીને સ્કૂલ વાન ચલાવતા સલીમખાન સુભાનખાન હડાએ નોંધાવેલી ફરિયાદ મુજબ તેમની પત્નિને નોકરી અપાવવાની લાલચ આપીને પ્રકાશસિંહ ચંપાવત નામના શખ્શે છેતરપિંડી આચરી હતી. પ્રકાશ સિંહ હાલમાં મહિસાગર જિલ્લાના લુણાવાડમાં રહે છે અને મૂળ વતની વડાલીના વાસણ ગામનો છે. આ મામલે સલીમખાન હડાએ સાબરકાંઠા એસપીને અરજી કરીને ફરિયાદ નોંધવા માટે રજૂઆત કરી હતી. જેને લઈ એસપી વિશાલકુમાર વાઘેલાએ આરોપી સામે ફરિયાદ નોંધવા માટે ઈડર પીઆઈને સૂચના આપી હતી.

ઈડરના ‘જાદુગરે’ સંપર્ક કરાવ્યો

સલીમખાનને ત્રણેક વર્ષ અગાઉ ઈડર વિજતંત્રમાં ફરજ બજાવતા અશોકભાઈ ઉર્ફે જાદુગરે વડાલીના વાસણ ગામના વતની હાલમાં મહિસાગર જિલ્લાના લુણાવાડામાં રહેતા પ્રકાશસિંહ ચંપાવત નોકરીઓ અપાવવાનુ કામકાજ કરતા હોવાનુ જણાવ્યુ હતુ. જે મુજબ તેઓએ તેમની સાથે વાતચીત કરી હતી. પ્રકાશસિંહે સલીમખાનની પત્નિ કરિશ્માબેનને તેડાગર નહી પણ આંગણવાડીમાં સુપરવાઈઝર તરીકે નોકરી અપાવવાની લાલચ આપી હતી. આમ દંપતિએ પ્રકાશસિંહને વાતચિત કરી હતી અને અને તેમની સાથે પાંચ લાખ રુપિયા નોકરી સહિતની જવાબદારીના માંગેલ હતા. જેથી તેટલી સગવડ નહીં હોઈ તેઓએ ઓછી રકમ કરવા માટે કહેલ.

પ્રકાશસિંહે ઓછી રકમ માટે અન્ય મહિલાઓ કે જેમની તમારી જેમ નોકરીની જરુર હોય તેમનો સંપર્ક કરાવી આપવા કહેલ. અને તેમને પણ આ રીતે નોકરીમાં પૈસા લઈને ગોઠવી આપવા માટે કહ્યુ હતુ. જેથી કરિશ્મા બહેને ઇડરના યાસ્મિનબેન ઈમ્તિયાઝભાઈ મનસુરી, મિનાક્ષી નટુભાઈ પરમાર તથા અનિશાબેન રફીકભાઈ મનસુરીનો સંપર્ક કરાવ્યો હતો. જેમને પણ પ્રકાશસિંહે નોકરી અપાવવાની લાલચ આપી હતી. જે પેટે ત્રણ ત્રણ લાખ રુપિયા નક્કિ થયા હતા.

ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરી મેળવ્યા

એક લાખ 85 હજાર રુપિયા સલીમખાને પ્રકાશસિંહને એડવાન્સ પેટેના આપ્યા હતા અને બાકીનો હપ્તો મેરિટ યાદીમાં નામ આવે ત્યાર બાદ આપવા માટે જણાવેલ. જે બાદ સમય જતા મેરીટ લીસ્ટ બતાવીને બાકીની રકમ માંગી હતી. જેથી વિશ્વાસમાં આપીને તેમણે બેન્ક એકાઉન્ટમાંથી અલગ અલગ રકમ ઓનલાઈન ટ્રાન્સફર કરી હતી. આમ કુલ 4 લાખ રુપિયા બીજા આપ્યા હતા. જેમાં અન્ય ત્રણ મહિલાઓના એક એક લાખ રુપિયા હતા. પરંતુ બાદમાં નોકરીના લગતો કોઈ જ હુકમ થયો નહોતો. જેથી તેમની પાસે નોકરીના લગતી વાત કરતા યોગ્ય જવાબ મળ્યો નહોતો. જેથી રકમ પરત માંગતા એ પણ સરખો જવાબ નહોતો મળતો અને બાદમાં તેણે ચેક આપ્યા તે પણ બાઉન્સ થયા હતા. આખરે સાબરકાંઠા એસપીને રજૂઆત કરતા મામલાની ફરિયાદ ઈડર પોલીસ મથકે નોંધાઈ હતી.

أحدث أقدم