ગુજરાત યુનિવર્સિટી(Gujarat University)બોયઝ હોસ્ટેલમાં(Boys Hostel)એબીવીપીના કાર્યકર્તાઓએ આતંક મચાવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જેમાં અહીં રહેતા વિદ્યાર્થીઓને માર મારી તોડફોડ(Rioting)કરી હોવાની શરમજનક વાત બહાર આવી છે
Image Credit source: File Image
અમદાવાદમાં (Ahmedabad) ગુજરાત યુનિવર્સિટી(Gujarat University)બોયઝ હોસ્ટેલમાં(Boys Hostel)એબીવીપીના કાર્યકર્તાઓએ આતંક મચાવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જેમાં અહીં રહેતા વિદ્યાર્થીઓને માર મારી તોડફોડ(Rioting)કરી હોવાની શરમજનક વાત બહાર આવી છે. જેમાં અસામાજિક તત્વોએ પોલીસ વાનમાં પણ તોડફોડ કરી છે જેને લઈને દિવ્યપાલસિંહ સોલંકી, ભાવિન ઉર્ફે જેરી પઢીયાર, વિશાલ દેસાઈ, રાજ દેસાઈ, ધૈર્ય પટેલ અને હર્ષવર્ધન સિંહ નામના લોકો સામે રાયોટિંગ, મારામારી અને ધમકીની ફરિયાદ ગુજરાત યુનિવર્સિટી પોલીસ મથકમાં નોંધાઈ છે. આ તરફ NSUIના કાર્યકર્તાઓ સામે પણ ફરિયાદ નોંધાઈ છે. જેમાં NSUIના કાર્યકર્તાઓએ એક વિદ્યાર્થીનું અપહરણ કરી માર મારવાની ધમકીઓ આપી હતી. જેમાં મુખ્ય સૂત્રધાર કૃણાલસિંહ જેતાવત હોવાનું સામે આવ્યું છે. જેમાં નવરંગપુરા પોલીસે કુણાલસિંહ જેતાવત, અનસુલ ભરવાડ, ધર્મરાજસિંહ જાડેજા, હિરેન કોઠારી , અમિત જાદવ અને અજાણ્યા 4 શખ્સો વિરૂદ્ધ અપહરણ અને મારામારીનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
વિદ્યાર્થીને આરોપીએ હાથ બાંધીને બંધક બનાવ્યો હતો
જેમાં નવરંગપુરા પોલીસ મથકમાં નોંધાયેલી અપહરણની ઘટનામા પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ફરિયાદી પ્રિત શાહે તેના મિત્રો સાથે મળીને કોલેજમા ગરબાનો કાર્યક્રમ રાખ્યો હતો.જ્યાં એન.એસ.યુ.આઈ ના કાર્યકરોએ આવીને મહામંત્રી કૃણાલ સિંહ જેતાવત ને ગેસ્ટ તરીકે કેમ નથી બોલાવ્યા કહી બબાલ શરૂ કરી હતી. તેની બાદમાં આ લુખ્ખા તત્વો નવરંગપુરા વિસ્તારમાં ગયા અને ત્યાંથી પ્રિત શાહને ઉઠાવીને હોસ્ટેલમા લઈ ગયા હતા. આ વિદ્યાર્થીને આરોપીએ હાથ બાંધીને બંધક બનાવ્યો હતો અને માર મારી ધમકીઓ આપી હતી.
જેમાં મુખ્ય સૂત્રધાર કૃણાલસિંહ જેતાવત હોવાનું સામે આવ્યું છે. નવરંગપુરા પોલીસે કુણાલસિંહ જેતાવત, અનસુલ ભરવાડ, ધર્મરાજસિંહ જાડેજા, હિરેન કોઠારી , અમિત જાદવ અને અજાણ્યા 4 શખ્સો વિરૂધ્ધ્ અપહરણ અને મારામારીનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
નોંધનીય છે કે બે દિવસ પહેલા પણ એલડી આટ્સ કોલેજમાં NSUI કાર્યકતાએ એવા વિદ્યાર્થીઓ પ્રિન્સિપ્રાલ ઓફિસમાં તોડફોડ કરી આતંક મચાવ્યો હતો.જે મામલે ગુજરાત યુનિવર્સિટી પોલીસમાં 3 વિદ્યાર્થીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ હતી.મહત્વનુ છે કે NSUI અને ABVPના ક્રાર્યકરોના એક બાદ એક લુખ્ખા ગીરી ભર્યા કિસ્સા સામે આવી રહ્યા છે. આ બની બેઠેલા નેતાઓ અને કાર્યકર્તાઓ પર કોઈની લગામ નથી તે વાત સાબિત થઈ રહી છે..આ કાર્યકર્તાઓ પોતાના ગેરકાયદે કામો માટે અન્ય વિદ્યાર્થીઓના ભવિષ્ય બગાડી રહ્યા હોય તેવું પણ માનવામાં આવી રહ્યું છે. આ બને ઘટનામાં યુનિવર્સિટી અને નવરંગપુરા પોલીસે ફરીયાદ તો નોંધી પણ હવે ધરપકડ ક્યારે થાય તે સવાલ છે