બાયડમાં પાંચ દિવસીય ગણેશોત્સવનું સમાપન; ધામધૂમ પૂર્વક બાપ્પાનું વિસર્જન કરાયું | Concludes five-day Ganeshotsav in Baid; Bappa was dissolved with fanfare

અરવલ્લી (મોડાસા)25 મિનિટ પહેલા

હાલ રાજ્યમાં ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે ભક્તો દ્વારા ત્રણ, પાંચ, સાત અને દસ દિવસનો ઉત્સવ રાખવામાં આવે છે. આજે બાયડ ખાતે પાંચ દિવસીય ગણેશ મહોત્સવનો વિસર્જન કાર્યક્રમ યોજાયો. વિસર્જન કાર્યક્રમમાં જગન્નાથ મંદિરનો ગજરાજ ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.

જગન્નાથ મંદિરના ગજરાજ બન્યા આકર્ષણનું કેન્દ્ર
બાયડ ખાતે જૂના ગામમાં પાંચ દિવસના ગણેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહોત્સવનો આજે સમાપન કાર્યક્રમ યોજાયો હતો. સમાપનમાં મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યાં હતા. જગન્નાથ મંદિરના ગજરાજ ખાસ આકર્ષણનું કેન્દ્ર રહ્યા. અમદાવાદથી ખાસ અખાડીયનો અવનવી તરકીબોથી દરેક ભક્તોના ધ્યાન કેન્દ્રિત કરતા હતા. શોભાયાત્રા સમયે અરવલ્લી જિલ્લા ભાજપ પ્રમુખ તથા પ્રદેશ મંત્રી, બાયડ નગરપાલિકા પ્રમુખ સહિત મોટી સંખ્યામાં હોદ્દેદારો તથા નગરજનો દ્વારા ભગવાન ગણપતિની આરતી કરાઈ હતી. ત્યારબાદ તોપ વડે ફટાકડા ફોડીને સ્વાગત કરાયું હતું. ગજરાજ પણ શોભાયાત્રા માટે ખૂબ ઉત્સાહિત હતા. દર વર્ષે પાંચ દિવસ બાદ બાયડ ગાવ કે રાજા ગણપતિ મહોત્સવનું સમાપન થાય છે ત્યારે તમામ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે.

અન્ય સમાચારો પણ છે…