ખંભાળિયામાં ચેક રિટર્ન કેસમાં આરોપીને બમણી રકમ ચૂકવવાનો કોર્ટે આદેશ કર્યો | The court ordered the accused to pay double the amount in the check return case in Khambhalia

દ્વારકા ખંભાળિયા42 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ખંભાળિયાના જાણીતા ગાયત્રી મોબાઈલ વર્લ્ડ નામના શોરૂમના સંચાલક એવા પ્રશાંત વિનોદભાઈ સોમૈયા પાસેથી ચેતન કાંતિલાલ મકવાણા નામના એક આસામીએ મોબાઈલની ખરીદી કરી હતી. તેના બદલામાં મોબાઈલની કિંમત મુજબ રૂ. 35,980 ની રકમનો ચેક આપવામાં આવ્યો હતો. જેથી પેઢીના પ્રશાંત સોમૈયા દ્વારા તેમના બેન્ક એકાઉન્ટમાં ઉપરોક્ત ચેક જમા કરાવતા આ ચેક રિટર્ન થયો હતો.

જે સંદર્ભે વેપારી પ્રશાંતભાઈ સોમૈયા દ્વારા ચેતન મકવાણા સામે અહીંની ચીફ જ્યુડિશિયલ કોર્ટમાં ધી નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ મુજબ ધોરણસર ફરિયાદ કરવામાં આવી હતી. જે સંદર્ભે એડવોકેટ જીગરભાઈ મોટાણી દ્વારા કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવેલી ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી, નામદાર અદાલતે ચેતન કાંતિલાલ મકવાણાને તકસીરવાન ઠેરવી, બે વર્ષની સાદી કેદની સજા તથા ચેકની રકમની બમણી રકમ એક માસમાં ગાયત્રી મોબાઈલ વર્લ્ડ દ્વારા પ્રશાંત સોમૈયાને ચૂકવી આપવાનો હુકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post