الخميس، 1 سبتمبر 2022

હિન્દુ જાગરણ મંચની CPને રજૂઆત, લવજેહાદ રોકવા ગરબામાં ખૈલેયા પાસેથી આધારકાર્ડ લેવાનું જાહેરનામું બહાર પાડવા માગ | Hindu Jagran Manch's presentation to CP, seeking to issue notice to take Aadhaar card from Khaileya in Garba to stop love jihad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Hindu Jagran Manch’s Presentation To CP, Seeking To Issue Notice To Take Aadhaar Card From Khaileya In Garba To Stop Love Jihad

રાજકોટ9 મિનિટ પહેલા

  • કૉપી લિંક
હિન્દૂ જાગરણ મંચ - Divya Bhaskar

હિન્દૂ જાગરણ મંચ

નવરાત્રીના પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે નવરાત્રી પહેલા રાજકોટમાં હિન્દૂ જાગરણ મંચ મેદાને આવ્યું છે. જેમાં આજે હિન્દૂ જાગરણ મંચ દ્વારા અર્વાચીન ગરબાના આયોજનોને લઈને પોલીસ કમિશ્નરને રજુઆત કરવામાં આવી હતી.

ગરબા લેનાર કોણ છે !
જેમાં અર્વાચીન ગરબાના આયોજકોએ પાસ માટે આધારકાર્ડ લેવા અને પાસમાં નંબરને બદલે નામ લખવા જાહેરનામું બહાર પાડવા માંગ કરવામાં આવી છે. હિન્દૂ જાગરણ મંચના સંયોજક મંગેશ દેસાઈએ જણાવ્યું હતું કે, નવરાત્રી પછી લવ જેહાદના કેસોમાં વધારો થતો હોય છે માટે અમે આ રજુઆત સાથે અમારી માંગ રજૂ કરી છે. અર્વાચીન ગરબામાં વિધર્મીઓને ગરબા રમે તેની સામે વિરોધ નથી પરંતુ હિન્દૂ યુવતીઓને ખબર પડે કે તેની સાથે ગરબા લેનાર કોણ છે તે મુખ્ય ઉદ્દેશ છે.

મનપાને આવાસના હપ્તા પેટે 5 મહિનામાં રૂ.69.96 કરોડની આવક થઈ
રાજકોટ મહાનગરપાલિકાના આવાસ યોજના વિભાગ દ્વારા આવાસના હપ્તાની વસૂલાત માટે ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં ગત ઓગસ્ટ માસ દરમિયાન આવાસ યોજના વિભાગ દ્વારા આવાસોના હપ્તા પેટે રૂ. 15.29 કરોડ રૂપિયાની વસૂલાત કરવામાં આવી છે.જ્યારે તા.01 એપ્રિલથી 31 ગીસ્ત સુધીમાં કુલ રૂ.69.96 કરોડની આવક થઈ છે.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.