No results found

    દેશી દાદીના જોરદાર અંગ્રેજીએ ખેંચ્યુ લોકોનું ધ્યાન, વીડિયો જોઈ લોકોએ આપ્યા મજેદાર રિએક્શન | Desi Dadi fluent English caught people attention people gave funny reactions after watching video

    હાલમાં એક એવી જ દાદીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થયો છે. તેમાં તેઓ કડકડાટ અંગ્રેજી બોલી રહ્યા છે કે જે તમે પણ કદાચ ના બોલી શકો.

    દેશી દાદીના જોરદાર અંગ્રેજીએ ખેંચ્યુ લોકોનું ધ્યાન, વીડિયો જોઈ લોકોએ આપ્યા મજેદાર રિએક્શન

    Desi Dadi fluent English

    Image Credit source: Instagram

    Funny Video : આ જમાનો ટેકનોલોજીનો છે. આ આધુનિક જમાનામાં આગળ વધવા માટે દરેક વ્યક્તિએ અંગ્રેજી શીખવી પડે છે અને પોતાની જાતને અપડેટ રાખવી પડે છે. સોશિયલ મીડિયા પર તમે કાચુ પાક્કુ અંગ્રેજી બોલતા બાળકોના અનેક વીડિયો જોયા હશે પણ હવે તો વડીલો પણ અંગ્રેજી શીખવા લાગ્યા છે. હાલમાં એક એવી જ દાદીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થયો છે. તેમાં તેઓ એવું કડકડાટ અંગ્રેજી બોલી રહ્યા છે કે જે તમે પણ કદાચ ના બોલી શકો.

    આ વાયરલ વીડિયોમાં ગામડાનો નજારો દેખાય રહ્વો છે, જેમાં એક દાદી તેમના પારંપરિક કપડામાં દેખાય રહી છે. વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, દાદી મહાત્મા ગાંધી પર નિબંધ કહી રહી છે. તે અંગ્રેજીમાં કહે છે કે Mahatma Gandhi was one of the greatest man of the world, He loved both Hindus and Muslims and was the father of the nation.તેમનો અંદાજ પણ ખાસ છે, તેમનો અંદાજ સ્કૂલના બાળક જેવો છે. દાદીનું અંગ્રેજી અને તેમનો આ અંદાજ લોકોને ખુબ પસંદ આવી રહ્યો છે, જેના કારણે આ વીડિયો પણ ખુબ વાયરલ થઈ રહ્યો છે.

    આ રહ્યો એ વાયરલ વીડિયો

    આ વાયરલ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર latayogesh79 નામના એકાઉન્ટ પરથી શેયર કરવામાં આવ્યો છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર હજારો લોકોએ જોયો છે. સોશિયલ મીડયા યુઝર આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યુ છે કે, શશિ થરુર આ વીડિયો જોઈને ખુશ થઈ શકે છે. બીજા એક યુઝરે લખ્યુ છે કે, વાહ દાદી વાહ, તમે તો અમને પણ પાછળ છોડો એવા છો. અન્ય એક યુઝરે લખ્યુ થે કે, લાગે છે આ દાદી ગૂગલમાં કામ કરી ચૂકી છે. આવી મજેદાર પ્રતિક્રિયા આ મજેદાર વીડિયો પર મળી રહી છે.

    Post a Comment

    Previous Next

    نموذج الاتصال