Amreli: જિલ્લામાં પવન સાથે વરસાદનું આગમન, સાવરકુંડલા અને આસપાસના વિસ્તારમાં પડ્યો વરસાદ | Rains accompanied by wind in Amreli district rains in Savarkundla and surrounding areas

અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેર અને આસપાસના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો. બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવતા વરસાદ તૂટી પડ્યો હતો.

TV9 GUJARATI

| Edited By: Jayraj Vala

Sep 28, 2022 | 8:26 PM

Amreli: અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેર અને આસપાસના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો. બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવતા વરસાદ તૂટી પડ્યો હતો. વરસાદના પગલે મોટાભાગના ગરબી આયોજન બંધ રાખવામાં આવશે. વરસાદને પગલે ખેલૈયાઓમાં પણ નારાજગી છવાઈ હતી.

હજુ ત્રણ દિવસ વરસાદની આગાહી

આગામી ત્રણ દિવસ સામાન્ય અને છુટોછવાયો વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં ભારે વરસાદને લઇને કોઇ આગાહી કરવામાં નથી આવી. અમદાવાદ અને સૌરાષ્ટ્રમાં ક્યાંક છુટોછવાયો વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. ત્રણ દિવસ બાદ ઉત્તર ગુજરાતમાં વરસાદની કોઇ આગાહી કરવામાં નથી આવી. માત્ર દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. સિસ્ટમ બનતી હોવાથી વરસાદી માહોલ સર્જાવાની હવામાન વિભાગે આગાહી કરી છે.

Previous Post Next Post