અમદાવાદ12 મિનિટ પહેલા
- કૉપી લિંક
અમદાવાદના બોપલ અને ઘુમા વિસ્તારમાં છેલ્લા છ મહિનાથી સફાઈના પ્રશ્ને અવારનવાર સ્ટેન્ડિંગ કમિટીમાં ચેરમેન અને સભ્યો દ્વારા રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા યોગ્ય સફાઈ ન કરવામાં આવતા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દ્વારા ભૂખ હડતાલ પર ઉતરવાની ચીમકી આપવામાં આવી હતી. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દ્વારા ઉપવાસ પર ઉતારવાની ધમકી બાદ કોર્પોરેશન તંત્રના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા બોપલ વિસ્તારમાં સફાઈ કરવામાં આવી હતી કે કેમ અને ત્યાંની પરિસ્થિતિ કેવી છે તે અંગેનો ગ્રાઉન્ડ રિપોર્ટ દિવ્યભાસ્કર દ્વારા કરવામાં આવ્યો હતો.
મંદિર પાસે પણ કચરાના ઢગ જોવા મળ્યા
જાહેર શૌચાલયોમાં દારૂની પોટલીઓ દેખાઈ
દિવ્ય ભાસ્કરના ગ્રાઉન્ડ રિપોર્ટમાં બોપલ વિસ્તારમાં જ્યાં બોપલ- ઘુમા નગરપાલિકા આવેલી છે. તેનાથી થોડા જ દૂર જાહેર શૌચાલય આવેલું છે તેની બહાર જ ગંદકી જોવા મળી હતી. શૌચાલયની બહાર અને અંદર બંને સાઈડ દારૂની બોટલો જોવા મળી હતી.તેમજ નીચે અંડર ગ્રાઉન્ડ ટાંકી જે આવેલી છે તે ખુલ્લી છે જો રાતના અંધકારના સમયમાં કોઈ વ્યક્તિ શૌચાલય ખુલ્લું જોઈ અને અંદર જાય અને તો પડી જાય હાલતમાં જોવા મળ્યું હતું. બોપલથી ઘુમા જવાના મુખ્ય રોડ ઉપર ઉમિયા માતાજીનું મંદિર આવેલું છે. તેની બાજુમાં જ કચરાના ઢગલા જોવા મળ્યા હતા.
શૌચાલયમાં ગંદકી ક્યારેય સાફ થતી નથી
તળાવની સફાઈ કરવામાં નથી આવતી
સોસાયટી ઓની બહાર અને મુખ્ય રોડ ઉપર કેટલીક જગ્યાએ માત્ર બહારથી સફાઈ કરી દેવામાં આવી હતી પરંતુ જેટલા અંદરના રોડ છે ત્યાં યોગ્ય સફાઈ કરવામાં આવી ન હતી.બોપલ રોડ પર બીકે હાઉસની બહાર જ કચરાના ઢગલા જોવા મળ્યા હતા.કેટલાક વિસ્તારમાં તપાસ કરતા જે પણ કન્સ્ટ્રક્શન સાઈડ ચાલતી હોય અથવા ઘરનું રીનોવેશન કે તેવું કોઈ કામ ચાલતું હોય તો તેના ઢગલા ત્યાં સોસાયટીઓની બહાર જ જોવા મળ્યા હતા. બોપલ વિસ્તારમાં જ્યાં તળાવ આવેલું છે ત્યાં તળાવની આસપાસ અને અંદર પણ ખૂબ જ ગંદકી જોવા મળી હતી તળાવની પણ યોગ્ય રીતે જે સફાઈ થવી જોઈએ તે કરવામાં આવી ન હતી
તળાવમાં પણ બિસ્માર સ્થિતિ
ગૃહમંત્રી અમિત શાહને ગંભીર નોંધ લેવી પડી
ગુરુવારે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં ચેરમેન હિતેશ બારોટ દ્વારા બોપલ અને ગુમા વિસ્તારમાં છેલ્લા છ મહિનાથી સફાઈ મામલે ઉચ્ચ અધિકારીઓ અને અધિકારીઓને ધ્યાન દોરવા છતાં પણ યોગ્ય સફાઈ ન થતા ભૂખ હડતાલ પર ઉતરવાની ચીમકી આપવાની ફરજ પડી હતી. બોપલ અને ગુમા વિસ્તારમાં આ રીતે સફાઈ મામલે જ્યારે ભાજપના સત્તાધીશોને ઉપવાસ પર ઉતરવું પડે જેની દરમિયાનગીરી ખુદ ગાંધીનગર લોકસભાના સંસદ સભ્ય અને કેન્દ્રના ગૃહ મંત્રી અમિત શાહ ને ગંભીર નોંધ લેવી પડી હતી અને તેઓએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર લોચન સહેરાને સફાઈ મામલે સુખદ સમાધાન લાવવા માટે સૂચના આપી હતી.