Header Ads

'વિપુલ' કૌભાંડ : દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીને સાબરમતી જેલમાં મોકલાયા | Dudhsagar dairy irregularities row former chairman Vipul Chaudhary send to Sabarmati Jail

દૂધસાગર ડેરીમાં કૌભાંડ મામલે પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી પર ગાળિયો કસાયો છે. કોર્ટેના આદેશ અનુસાર વિપુલ ચૌધરીને હાલ સાબરમતી જેલમાં મોકલવામા આવ્યા છે.

'વિપુલ' કૌભાંડ :  દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીને સાબરમતી જેલમાં મોકલાયા

Dudhsagar dairy former chairman Vipul Chaudhary

દૂધસાગર ડેરીના (Dudhsagar Dairy) પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીને (Vipul Chaudhary) સાબરમતી જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. મહત્વનું છે કે  વિપુલ ચૌધરીના રિમાન્ડ પૂર્ણ થતાં તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટેના આદેશ અનુસાર વિપુલ ચૌધરીને હાલ સાબરમતી જેલમાં (Sabarmati jail) મોકલવામા આવ્યા છે. ત્યારે હાલ ભ્રષ્ટાચારના આરોપના ઓથ નીચે દબાયેલા વિપુલ ચૌધરીની મુશ્કેલી વધતી જોવા મળી રહી છે.

ભ્રષ્ટાચારના આરોપમાં વિપુલ ચૌધરી પર સકંજો કસાયો

દૂધસાગર ડેરીમાં ભ્રષ્ટાચારને લઇ તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. આ તપાસમાં ED (Directorate of Enforcement) પણ જોડાઈ છે. વિપુલ ચૌધરીએ જુદા જુદા બેંક ખાતામાં પૈસા સગેવગે કરી 50 કરોડથી વધુનું કૌભાંડ આચર્યું હોવાનો આરોપ છે. એટલું જ નહીં વિદેશમાં 50 કરોડથી વધુના હવાલા પાડ્યા હોવાના પણ પુરાવા મળી આવ્યાં છે. કૌભાંડ કરવા માટે વિપુલ ચૌધરીએ એક જ વ્યક્તિના 50 બેંક એકાઉન્ટ ખોલાવ્યાં હોવાનું સામે આવ્યું છે. ત્યારે હવે વિપુલ ચૌધરીની મુશ્કેલી વધી શકે છે.

વિપુલ ચૌધરી ગ્રુપને ફરી એકવાર મોટો ઝટકો

તો આ સંકજાને પગલે મહેસાણાની (Mehsana) પામોલ દૂધ મંડળીની ચૂંટણીમાં વિપુલ ચૌધરી (Vipul Chaudhary ) ગ્રુપને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. કૌભાંડમાં જેલનીસજા ભોગવી રહેલા અને દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન એવા વિપુલ ચૌધરીને ફરી એકવાર મોટો ઝટકો લાગ્યો . પામોલ દૂધ મંડળીમાં હોદ્દેદારોની ચૂંટણી યોજાઇ હતી અને 575 માંથી 552 મતદારોએ મતદાન કર્યું હતું. આ ચૂંટણીની મતગણતરીમાં અશોક ચૌધરીની તમામ પેનલો ભારે બહુમતથી જીતી હતી. જ્યારે વિપુલ ચૌધરીની પેનલનો રીતસર રકાસ થયો છે. આમ કૌભાંડોમાં ઘેરાયેલા વિપુલ ચૌધરીને હવે સહકારી સંસ્થાની ચૂંટણીમાં રાજકીય નુકસાન સહન કરવાનો વારો આવ્યો.

Powered by Blogger.