Depression : આજના વ્યસ્ત જીવનમાં લોકોને નાની વાત પર ચિંતા થવા લાગતી હોય છે. જેને કારણે ડિપ્રેશન જેવી ગંભીર માનસિક સ્વાસ્થ્ય સમસ્યા થાય છે. તેને યોગ, દવા અને ડાયટ દ્વારા દૂર કરી શકાય છે.
ડિપ્રેશન એક કોઈપણ વ્યક્તિના જીવનનો સૌથી ખરાબ અને નાજુક સમય હોય છે. તેમાંથી બહાર આવવું પણ ખુબ મુશ્કેલ છે. ફૂડ દ્વારા પણ આવા ડિપ્રેશનમાંથી છુટકારો મેળવી શકાય છે. ડિપ્રેશનથી બચવા તમારી ડાયટમાં આ ફૂડ સામેલ કરો.
ચોકલેટ : એક રિચર્ચ અનુસાર, ડાર્ક ચોકલેટ તણાવને ઓછું કરવાનું કામ કરે છે. ડોક્ટર્સ પણ મૂડને રિફ્રેશ કરવા અને તણાવ દૂર કરવા માટે ચોકલેટ ખાવાની સલાહ આપે છે.
બ્રોકલી : તેમાં કેલ્શિમ , વિટામિન બી6 અને પ્રોટીન જેવા પોષક તત્ત્વો હોય છે. તેની મદદથી મગજના રાહત અને શાંતિ મળે છે. તેના અનેક સ્વાસ્થ્ય સંબંધિત ફાયદા પણ છે.
શકરરયું : તેમાં કાર્બ્સ જેવા પોષકતત્ત્વો ભરપૂર માત્રામાં હોય છે. તણાવ દૂર કરવા તમે તે ડાયટમાં સામેલ કરી શકો છે. તે મૂડને ફ્રેશ કરે છે.
ચિયાના બીજ : તેમાં શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને સારુ રાખવા માટે પૂરતા પોષક તત્વો હોય છે. તેમાં ઓેમેગા-3 ફેટી એસિડ, અમોનો એસિડ , આયન અને વિટામિન બી જેવા પોષકતત્ત્વો હોય છે. તે મગજના રસાયણને બરાબર કરે છે, જેને કારણે મૂડ સારો રહે છે.