Tuesday, September 27, 2022
Home »
Breaking News
,
Gujarati
,
India News
,
Latest news
,
Today news
,
trending
» Glitter Makeup Tips: ગ્લિટર આઈ મેકઅપ કરતી વખતે આ ટિપ્સને કરો ફોલો | Glitter eye Makeup Tips in gujarati
Sep 27, 2022 | 7:30 PM
TV9 GUJARATI | Edited By: Nancy Nayak
Sep 27, 2022 | 7:30 PM
ગ્લિટર આઈ મેકઅપ તમારી આંખોની સુંદરતા વધારવાનું કામ કરે છે. નાઈટ પાર્ટી લુક માટે ગ્લિટર આઈ મેકઅપ પરફેક્ટ છે. પરંતુ આ કરતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. આવો જાણીએ કઈ છે તે વસ્તુઓ.
સીધું આંખો પર ન લગાવું – તેને લગાવતા પહેલા આઈ પ્રાઈમર અથવા ફાઉન્ડેશનનો ચોક્કસ ઉપયોગ કરો. આ પછી ગ્લિટરના મેચિંગ શેડનો આઈશેડોને આઈલિડ પર ચોક્કસથી લગાવો. તે પછી જ ગ્લિટરનો ઉપયોગ કરો.
ગ્લિટર ગ્લુ લગાવો – ગ્લિટર ગ્લુનો ઉપયોગ કર્યા વિના ગ્લિટરનો ઉપયોગ કરશો નહીં. એ એટલા માટે છે કારણ કે થોડા સમય પછી તે દૂર થવા લાગે છે. આવી પરિસ્થિતિમાં એ મહત્વનું છે કે તમે આઈલિડ પર ગ્લિટર ગ્લુ લગાવ્યા પછી ગ્લિટરનો ઉપયોગ કરો જેથી તે લોન્ગ લાસ્ટિંગ રહે.
આઈલિડની અંદર જ રહે ગ્લિટર – ઘણી સ્ત્રીઓ કંઈક અલગ કરવા માટે આઈલિડની બહાર પણ ગ્લિટરનો ઉપયોગ કરે છે. પરંતુ આમ કરવાથી બચો. તે તમને સારો લુક નહીં આપે. તેથી તેને આઈલિડની અંદર જ લગાવો.
આંખો ન ખોલો – આ વાતનું ધ્યાન રાખો કે તમે ફાઈનલ ટચ પછી જ તમારી આંખો ખોલો. આ મેકઅપ તમારી આંખો બંધ કરીને કરો નહીંતર તે તમારી આઈલેશ પર મેકઅપ પડી જશે. ક્યારેક આંખોની અંદર ગ્લિટર આવવાનું પણ જોખમ પણ રહે છે. તે તમારી આંખો માટે હાનિકારક સાબિત થઈ શકે છે.