Google પર આ સર્ચ કરવાથી તમારી સ્ક્રીનનું ભૂગોળ બગડી જશે, ડિસ્પ્લે થઈ જશે વાંકીચૂકી | NASA DART search on google will spoil your screen geography the display will be distorted

હાલમાં જ અમેરિકા સ્પેસ એજન્સી નાશાએ NASA DART દ્વારા એક ઉલ્કાપિંડનો અવકાશમાં નાશ કર્યો હતો, જે પૃથ્વી તરફ આગળ વધી રહ્યો હતો. આ મજેદાર નમૂનો તે NASA DARTને લગતો જ છે. ચાલો જાણીએ તેના વિશે.

Google પર આ સર્ચ કરવાથી તમારી સ્ક્રીનનું ભૂગોળ બગડી જશે, ડિસ્પ્લે થઈ જશે વાંકીચૂકી

NASA DART search on google

Google : દુનિયાના સૌથી મોટા સર્ચ એન્જીન ગૂગલે પોતાની ટેકનોલોજીનો મજેદાર નમૂનો દુનિયા સામે મૂક્યો છે. જો તમે ગૂગલ પર એક વસ્તુ સર્ચ કરશો તો તમારા સ્ક્રીનનું ભૂગોળ બગડી જશે અને ડિસ્પ્લે વાંકીચૂકી થઈ જશે. આ પહેલા આવી વસ્તુ ભાગ્યે જ તમે જોઈ હશે. હાલમાં જ અમેરિકા સ્પેસ એજન્સી નાશાએ NASA DART દ્વારા એક ઉલ્કાપિંડનો અવકાશમાં નાશ કર્યો હતો, જે પૃથ્વી તરફ આગળ વધી રહ્યો હતો. આ મજેદાર નમૂનો તે NASA DARTને લગતો જ છે. ચાલો જાણીએ તેના વિશે.

જો તમે ગૂગલ પર NASA DART લખીને સર્ચ કરશો તો તમારી સ્ક્રીન પર NASA DART ઉડીને આવશે અને તેના કારણે નાનો ધમાકો થશે, જેના કારણે તમારી સ્ક્રીન વાંકીચૂકી થઈ જશે. આ એક પ્રકારનું એનિમેશન છે. ગૂગલે આ એનિમેશન દ્વારા NASAને તેની સફળતા માટે અભિનંદન આપ્યા છે. જણાવી દઈએ કે આ ગૂગલ સર્ચથી કે આ એનિમેશનથી તમારા ડિવાઈઝને કોઈ નુકશાન થશે નહીં.

જુઓ આ એનિમેશનનો વીડિયો

આજે અમેરિકન સ્પેસ એજન્સી નાસાએ પ્રથમ પ્લેનેટરી ડિફેન્સ ટેસ્ટ સફળતાપૂર્વક હાંસલ કરી હતી, જેને ડાર્ટ મિશન (Dart Mission)નામ આપવામાં આવ્યું હતું અને એક ઐતિહાસિક સફળતા નોંધાવી હતી. નાસાના ડાર્ટ મિશને પૃથ્વી તરફ ઝડપથી આગળ વધી રહેલા ‘સુપર વિલન’ ડિડીમોસ એસ્ટરોઇડ (Didymos)ને સફળતાપૂર્વક પૂર્ણ કર્યું હતું. આ સફળતા ભવિષ્યમાં એ રીતે ફાયદાકારક સાબિત થશે કે હવે જો પૃથ્વી પર કોઈ પણ પ્રકારના એસ્ટેરોઈડની ટક્કર થવાની સંભાવના હોય તો આ ટેકનિક દ્વારા પૃથ્વીને બચાવી શકાય છે.

આ ઘટના હિંદ મહાસાગરમાં લગભગ 7 મિલિયન માઈલ પર બની હતી, જ્યાં ડાર્ટ નામનું અવકાશયાન 14,000 માઇલ પ્રતિ કલાકની ઝડપે નજીક આવતા એસ્ટરોઇડને અથડાયું હતું. વૈજ્ઞાનિકોએ આ અથડામણથી ઘણા ફેરફારોની અપેક્ષા રાખી હતી, જેમાં ત્યાં ખાડોની રચનાનો સમાવેશ થાય છે. પરંતુ ડાર્ટનું રેડિયો સિગ્નલ અચાનક બંધ થવાના કારણે તેના વિશે માહિતી મળી શકી નથી. અથડામણ પછી એસ્ટરોઇડ કઈ દિશામાં ગયો અથવા તેની સ્થિતિ કેવી છે તેની માહિતી આગામી થોડા દિવસો કે અઠવાડિયામાં મળી શકે છે.

Previous Post Next Post