Gujarat Election 2022: ભાજપ જૂદા જૂદા પાંચ ઝોનમાં યોજશે ગૌરવ યાત્રા, 7 ઓક્ટોબરથી થશે શરૂઆત | Gujarat Election 2022: BJP will hold Gaurav Yatra in five different zones, starting from October 7

Gujarat Election 2022: વિધાનસભા ચૂંટણી પહેલા લોકો વચ્ચે જવા અને સતત લોક સંપર્કમાં રહેવા માટે ભાજપ દ્વારા ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યુ છે. 7 ઓક્ટોબરથી રાજ્યના જૂદા-જૂદા પાંચ ઝોનમાં 10 દિવસ સુધી ગુજરાત ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમા ભાજપ લોકો વચ્ચે જશે અને રાજ્યસરકારની કામગીરીથી વાકેફ કરશે.

TV9 GUJARATI

| Edited By: Mina Pandya

Sep 26, 2022 | 6:53 PM

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓના ભાગરૂપે ભાજપ (BJP) દ્વારા ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યુ છે. રાજ્યમાં 5 ઝોનમાં ભાજપ ગૌરવ યાત્રા યોજાશે. 7 ઓક્ટોબરથી આ યાત્રાની શરૂઆત થવાની છે. ઝોન વાઈઝ 10 દિવસ સુધી આ યાત્રા ચાલશે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) સહિત કેન્દ્રીય નેતાઓ આ યાત્રાની શરૂઆત કરાવશે. ભાજપ હંમેશા સતત યાત્રાઓ દ્વારા લોકસંપર્ક કરવાનો પ્રયાસ કરતી રહે છે. ભાજપની અત્યાર સુધીની યાત્રામાં સોમનાથની જે યાત્રા હતી તે ઘણી જ મહત્વપૂર્ણ ગણાઈ રહી છે. ગુજરાતમાં નરેન્દ્ર મોદી (Narendra Modi) ના સમયમાં વિવેકાનંદ ગૌરવ યાત્રા યોજવામાં આવી હતી. આ અગાઉ ભાજપ દ્વારા બંધારણ ગૌરવ યાત્રા યોજવામાં આવી હતી. 26 નવેમ્બરથી 6 ડિસેમ્બરથી સુધી બંધારણ ગૌરવ યાત્રા યોજાઈ હતી. જેની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અરવલ્લીથી શરૂઆત કરાવી હતીઅને 6 ડિસેમ્બરે સી.આર. પાટીલે વડનગરથી સમાપન કરાવ્યુ હતુ.

7 ઓક્ટોબરથી ભાજપ દ્વારા ગૌરવ યાત્રાનું આયોજન

ગત વિધાનસભા ચૂંટણી વખતે વનવાસી બંધુ યાત્રાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. ઉમરગામથી અંબાજી સુધીની આ યાત્રા યોજાઈ હતી. આ વખતે ગુજરાત વિધાનસભા ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ગુજરાત ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યુ છે. જૂદા જૂદા પાંચ ઝોનમાં આ યાત્રા ફરશે. ચૂંટણીના માહોલમાં લોકો વચ્ચે જઈ લોકસંપર્ક કરવામાં આવશે. જેમા ખાસ કરીને કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકારે કરેલી કામગીરીથી વાકેફ કરવામાં આવશે. જેમા કેન્દ્ર સરકારની 7 વર્ષની કામગીરી જ્યારે રાજ્ય સરકારની 20 વર્ષની કામગીરીને લોકોની વચ્ચે જશે.

ઈનપુટ ક્રેડિટ- કિંજલ મિશ્રા- ગાંધીનગર 

Previous Post Next Post