Header Ads

Gujarat Election 2022: OBC અનામતને લઇને વિવિધ પક્ષો વચ્ચે ખેંચતાણ વધી, હવે ભાજપે શરૂ કર્યું "મિશન OBC" | Mission OBC reservation started by BJP in Gujarat

આ પહેલા કોંગ્રેસના (Congress) ચૂંટણી ઢંઢેરામાં પણ OBC અનામતની ગૂંજ સાંભળવા મળી હતી. ત્યારે ચૂંટણી પહેલા ગરમાયેલો OBC અનામતનો મુદ્દો એક મોટા રાજકીય વિવાદને આકાર આપે તો નવાઇ નહીં.

TV9 GUJARATI

| Edited By: Tanvi Soni

Sep 03, 2022 | 5:17 PM

ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Elections) પહેલા OBC અનામત મુદ્દે શરૂ થયેલી રાજનીતિ વચ્ચે હવે ભાજપે “મિશન OBC” શરૂ કર્યું છે. “મિશન OBC” હેઠળ ભાજપે (BJP) તમામ જિલ્લા અને તાલુકા સંગઠનોને સૂચના આપી છે અને સમર્પિત આયોગમાં થયેલી રજૂઆત મુજબ આવેદન પત્ર આપવા આદેશ કર્યો છે. આ આદેશ બાદ ભાજપનું સંગઠન તાલુકા કક્ષાએ મામલતદાર અને જિલ્લા કક્ષાએ કલેક્ટરને આવેદન પત્ર આપી પોતાની માગ પ્રબળ કરશે. આ પહેલા કોંગ્રેસના (Congress) ચૂંટણી ઢંઢેરામાં પણ OBC અનામતની ગૂંજ સાંભળવા મળી હતી. ત્યારે ચૂંટણી પહેલા ગરમાયેલો OBC અનામતનો મુદ્દો એક મોટા રાજકીય વિવાદને આકાર આપે તો નવાઇ નહીં.

શા માટે OBC અનામતને લઇને ખેંચતાણ વધી ?

હવે અહીં સવાલ એ સર્જાય કે રાજ્યમાં OBCની વસ્તી કેટલી છે ? તો રાજ્યની જ્ઞાતિ આધારિત વસતીની વાત કરીએ તો 52 ટકા OBCની વસતી છે. જેમાં ક્ષત્રિય અને અન્ય ઉચ્ચ વર્ગ 12 ટકા છે. પાટીદારોની વસતી 15 ટકા, દલિતની વસતી 6 ટકા, આદિવાસીઓ 11 ટકા, જ્યારે મુસ્લિમોની વસતી 8 ટકા છે. ત્યારે વિધાનસભા ચૂંટણીમાં જે પક્ષને 52 ટકા OBCના મત રૂપી પ્રેમ મળે છ તેની ચૂંટણીમાં જીત નક્કી મનાય છે અને તેથી જ OBC અનામતને લઇને રાજકીય પક્ષો વચ્ચે ખેંચતાણ વધી છે.

OBC મતદારોને રીઝવવા પ્રયાસ

અહીં એ પણ જાણવુ જરૂરી બન્યું છે કે OBC મતદારોને રીઝવવા કેમ પ્રયાસ થઇ રહ્યો છે. તો તમને જણાવી દઇએ કે, ચૂંટણીમાં દરેક પક્ષ માટે 52 ટકા વસતી મહત્વની બની જાય છે. OBCમાં 146 જ્ઞાતિઓનો સમાવેશ થાય છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં OBC સમાજને 10 ટકાના સ્થાને 27 ટકા અનામત આપવા ભાજપ કોંગ્રેસે અનામત આયોગ સમક્ષ માગ કરી છે. 2017 વિધાનસભા ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસના કુલ 62 OBC ધારાસભ્યોએ જીત મેળવી હતી. એટલે આંકડા પરથી સ્પષ્ટ છે કે સત્તામાં રહેવું હોય તો OBC મતદારો વિના રાજકીય પક્ષોનો ઉદ્ધાર નથી.

Powered by Blogger.