જામનગરમાં રખડતા ઢોર પકડવા મામલે પશુપાલકોએ પોલીસ કર્મી પર હુમલો કર્યો, એકની અટકાયત | Herdsmen attack policeman in Jamnagar over stray cattle arrest, one detained

જામનગર29 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • રખડતા ઢોરને પકડવા ગયેલી મનપાની ટીમ સાથે રહેલા પોલીસ કર્મી પર હુમલો કરાયો

જામનગર શહેરના રણજીતસાગર રોડ પર ગ્રીન સીટી વિસ્તારમાં ઢોર પકડવા મામલે બબાલ થઈ હતી. ઢોર પકડતી વખતે પોલીસ કર્મી ઉપર ઢોર માલિકોએ હુમલો કર્યો હોવાની ઘટના સામે છે. શહેરમાં રખડતા ઢોર પકડવા ગયેલા મહાનગરપાલિકાના કર્મચારીઓ સાથે ઢોર માલિકોએ બબાલ કર્યા બાદ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાને લઈને મામલો જામનગર શહેર સીટી એ પોલીસ સ્ટેશન મથકે પહોંચ્યો છે. પોલીસે એક શખ્સનીઅટકાયત કરી આગળની તપાસ શરૂ કરી છે.

હુમલો કરી શખ્સો ભાગી ગયા
રણજીતસાગર રોડ પર મહાનગરપાલિકાની ઢોર શાખા દ્વારા પોલીસ કર્મીને સાથે રાખીને ઢોળ પકડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ત્યારે ઢોર માલિકોએ પોલીસ કર્મચારી પર હુમલો કર્યો હતો. જે બાદ તમામ ભાગી ગયા હતા. ત્યારે આ મામલે એક શખ્સને પોલીસે પકડી પાડી પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી.

પશુપાલકો અને પોલીસ કર્મી વચ્ચે માથાકૂટ થઈ
જામનગરમાં ઢોળ પકડવાની ઝુંબેશ દિવસ રાત ચાલી રહી છે ત્યારે અનેક ઢોર માલિકો સામે પોલીસ ફરિયાદ પર નોંધાઈ રહી છે. આજે શહેરના રણજીતસાગર રોડ પર આવેલા મારો કંસારા ઓલ પાસે પશુપાલક અને ઢોર પકડતી ટીમ વચ્ચે માથાકૂટ થઈ હતી. આ અંગે મળતી માહિતી મુજબ શહેરના રણજીતસાગર રોડ પર મારુ કંસારા ઓલ પાસે ઢોલ પકડવા ગયેલી ટીમ પર પશુપાલકો પોલીસ કર્મી સાથે ઝપાઝપી કરી હોવાની માહિતી મળી છે. સમગ્ર માથાકૂટનો મામલો સીટી એ પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો હતો. ત્યાં એક શખ્સની અટકાયત કરવામાં આવી છે. પોલીસે ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે.

​​​​​​​પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી
જામનગર શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ સતત વધી રહ્યો છે. રસ્તા પર વાહન ચાલકો પણ ઢોરના કારણે અકસ્માતનો ભોગ બની રહ્યા છે. જામનગર શહેરમાં ઢોળ પકડવાની ઝુંબેશ પુર જોશમાં ચાલી રહી છે ત્યારે શહેરના રણજીતસાગર રોડ પર આજે બબાલ થઈ હતી. ઢોળ પકડવા મામલે પોલીસ કર્મી સાથે પશુપાલકોએ બબાલ કરી હોવાની વિગત સામે આવી છે. ત્યારબાદ સમગ્ર મામલો જામનગર સીટી એ પોલીસ મથકે પહોંચ્યો હતો અને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post