તિસ્તા સેતલવાડની જામીન અરજી પર હાઇકોર્ટમાં સુનાવણી દિવાળી વેકેશન બાદ, આરબી શ્રીકુમારને હંગામી જામીન મંજૂર | High Court hears Teesta Setalvad bail plea after Diwali vacation RB Sreekumar granted interim bail

ગુજરાતમાં(Gujarat)  વર્ષ 2002 રાજ્યને બદનામ કરવાના કેસમાં તિસ્તા સેતલવાડ(Teesta Setalwad) ની જામીન અરજી પર હાઇકોર્ટે વેકેશન બાદ સુનાવણી કરશે.જયારે આ કેસમાં આર.બી. શ્રીકુમારને હંગામી જામીન પર મુક્ત કરવા હાઇકોર્ટે હુકમ કર્યો છે

તિસ્તા સેતલવાડની જામીન અરજી પર હાઇકોર્ટમાં સુનાવણી દિવાળી વેકેશન બાદ, આરબી  શ્રીકુમારને હંગામી જામીન મંજૂર

Teesta Setlvad And RB Shreekumar

ગુજરાતમાં(Gujarat)  વર્ષ 2002 રાજ્યને બદનામ કરવાના કેસમાં તિસ્તા સેતલવાડ(Teesta Setalwad) ની જામીન અરજી પર હાઇકોર્ટે વેકેશન બાદ સુનાવણી કરશે.જયારે આ કેસમાં આર.બી. શ્રીકુમારને હંગામી જામીન પર મુક્ત કરવા હાઇકોર્ટે હુકમ કર્યો છે. આ ઉપરાંત હાઇકોર્ટમાં ચાર્જશીટની નકલ નહીં મળી હોવાની તિસ્તા સેતલવાડની રજૂઆત છે. જેમાં HCનો આરોપીઓને ચાર્જશીટની નકલ પૂરી પાડવા સેશન્સ કોર્ટને નિર્દેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત તિસ્તાની જામીન અરજી પર હાઈકોર્ટે વેકેશન બાદ સુનાવણી નિયત કરી છે. તેમજ ચાર્જશીટ થઈ ગઇ હોવાથી આર.બી. શ્રીકુમારે જામીન અરજી પરત ખેંચી છે. તેમજ નિયમિત જામીન માટે સેશન્સ કોર્ટમાં અરજી કરવા હાઈકોર્ટે છૂટ આપી છે. જ્યારે ઉંમર અને નાદુરસ્ત તબિયતના કારણ પર હંગામી જામીનની માંગ કરી હતી. જેને હાઇકોર્ટે મંજૂર કરી છે.

ઉલ્લેખનીય છે કે, આ પૂર્વે ક્રાઇમ બ્રાન્ચે તીસ્તા સેતલવાડ વિરૂદ્ધ SITએ કોર્ટમાં 100થી વધુ પેજની ચાર્જશીટ દાખલ કરી હતી. આ ચાર્જશીટમાં સાક્ષીઓ અને દસ્તાવેજી પુરાવાનો સમાવેશ થાય છે.આ સાથે ચાર્જશીટમાં 99 જેટલા લોકોના નિવેદનો રજૂ કરાયા હોવાની પણ માહિતી સામે આવી રહી છે. આ ચાર્જશીટમાં કોંગ્રેસના નેતા સ્વ. અહેમદ પટેલના નામનો ઉલ્લેખ છે.

તિસ્તા સેતલવાડે 2002માં 30 લાખ રૂપિયા મેળવ્યા, તથા પોતાની સંસ્થા સિટીઝન ફોર જસ્ટિસ એન્ડ પીસનો ગેરઉપયોગ કરી ગુજરાત અસુરક્ષિત હોવાનો ભ્રમ ઉભો કર્યો હોવાના ઉલ્લેખ સહિત અનેક ગંભીર આરોપોનો ચાર્જશીટમાં ઉલ્લેખ છે…ઉલ્લેખનીય છે કે તીસ્તા સેતલવાડ વિરુદ્ધ તત્કાલીન CM નરેન્દ્ર મોદીને મોતની સજા થાય તે માટે ષડયંત્ર રચ્યુ હોવાનો આરોપ છે.આ સાથે સંજીવ ભટ્ટ અને આરબી શ્રીકુમાર વિરુદ્ધ પણ સરકારી પુરાવા સાથે છેડછાડ અને સરકારને બદનામ કરવાના આરોપ હેઠળ કેસ ચાલશેપૂર્વ IPS શ્રીકુમાર અને સંજીવ ભટ્ટે બોગસ દસ્તાવેજો તૈયાર કરી તેની અધિકૃત એન્ટ્રી કરી હોવાનો પણ ચાર્જશીટમાં ઉલ્લેખ છે.

તિસ્તા સેતલવાડે નીચલી કોર્ટ અને હાઈકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો

ઉલ્લેખનીય છે કે, બે સપ્ટેમ્બરના રોજ સામાજિક કાર્યકર્તા તિસ્તા સેતલવાડને  સુપ્રીમ કોર્ટમાંથી જામીન આપ્યા છે.  સુપ્રિમ કોર્ટે કહ્યું કે, અમે માત્ર જામીન પર નજર રાખી છે. અમારી કોઈપણ ટિપ્પણીની કેસની યોગ્યતા પર કોઈ અસર થતી નથી. જણાવી દઈએ કે, તિસ્તા સેતલવાડે નીચલી કોર્ટ અને હાઈકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. આ મામલે સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, અમે ગુજરાત રાજ્ય અને તિસ્તાના વકીલોની દલીલો સાંભળી છે અને જાણવા મળ્યું છે કે તિસ્તા બે મહિનાથી વધુ સમયથી જેલમાં છે અને અરજી હાઈકોર્ટમાં પેન્ડિંગ છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ગુજરાત સરકારે અમને કહ્યું કે, હાઈકોર્ટને આ મામલે સુનાવણી કરવાની મંજૂરી આપવામાં આવે. જ્યાં રાજ્ય સરકારને જવાબ આપવા માટે છ સપ્તાહનો સમય આપવામાં આવ્યો.