Sep 29, 2022 | 8:02 PM
TV9 GUJARATI | Edited By: Nancy Nayak
એક્ટ્રેસ હિના ખાન ટીવી ઈન્ડસ્ટ્રીની જાણીતી કલાકાર છે. હીના ખાન અવારનવાર પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોતાની તસવીરો શેયર કરતી રહે છે.
હિના ખાને હાલમાં જ તેના ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેયર કરી છે, જેમાં તેણે ખૂબ જ સ્ટાઈલિશ સફેદ સાડી પહેરી છે.
સફેદ સાડી સફેદ મોતીથી શણગારેલી છે. હિનાએ તેના વાળ બાંધ્યા છે અને કાનમાં મોતીની બુટ્ટી પહેરી છે.
હિના ખાને આ તસવીરો શેયર કરતા કેપ્શનમાં લખ્યું- ‘સફેદીના પ્રેમમાં.’
હિનાની આ તસવીરો તેના ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે. હિના ખાનનો ઓલ વ્હાઈટ લુક જોઈને તેના ફેન્સ દિવાના થઈ ગયા છે.