Hemoglobin : હીમોગ્લોબિન એ બ્લડ સેલ્સમાં સામેલ એક આયરન બેસ્ડ પ્રોટીન હોય છે. તે શરીરના બધા ઓર્ગન સુધી ઓક્સિજન પહોંચાડે છે. તેની અછત રહે તે માટેના કેટલાક ઉપાય તમે અહીં જાણી શકશો.
જો તમારા લોહીમાં હીમોગ્લોબિનની અછત હોય તો તમારા શરીરમાં નબળાઈ આવી શકે છે. તે શરીરના ઓર્ગન સુધી ઓક્સિજન પહોંચાડે છે. ચાલો જાણીએ કે ક્યાં ડ્રાય ફ્રૂટ આ બાબતે તમારા માટે ફાયદાકારક બની શકે છે.
અખરોટમાં ઘણા પોષક તત્ત્વો હોય છે. રોજ 5-6 અખરોટ ખાવાથી શરીરમાં 0.82 મિલીગ્રામ આયરન વધે છે. જેનાથી શરીરમાં હીમોગ્લોબિનની અછત રહેતી નથી.
પિસ્તા ખુબ સ્વાદીસ્ટ હોય છે. તેને રોજિંદાજીવનમાં રોજ ખાવાથી શરીરમાં હીમોગ્લોબિન વધારાવામાં સહાયતા મળે છે.
કાજૂમાં આયરન હોય છે. આ કાજૂને કારણે શરીરમાં હીમોગ્લોબીન અને આયરનનું પ્રમાણ બની રહે છે. કાજૂનો ઉપયોગ ઘણી મિઠાઈઓ અને રેસેપીસમાં થાય છે.
મગજને તેજસ્વી બનાવા માટે રોજ બદામ ખાવી જોઈએ. રોજ સવારે પાણીમાં રાખેલા બદામ ખાવાથી શરીરમાં હીમોગ્લોબીનની અછત પૂરી થાય છે.