Wednesday, September 7, 2022

ખેરાલુમાં યુવક મિત્રો સાથે સંઘ જોવા નીકળ્યો, પૂર્વ પ્રેમિકાના ભાઈઓએ આવીને લોખંડની પાઇપથી ઢોરમાર માર્યો | In Kheralu, a young man went to see Sangh with friends, ex-girlfriend's brothers came and beat him with an iron pipe.

મહેસાણા19 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ખેરાલુમાં રહેતો યુવક પોતાના મિત્રો સાથે અંબાજી જતા સંઘ જોવા નીકળ્યો હતો એ દરમિયાન યુવકની પૂર્વ પ્રેમિકાના ભાઈઓએ આવી યુવક પર હુમલો કરી ઘાયલ કર્યો હતો. તેમજ યુવકને લોખંડના પંચ મારી લોહીલુહાણ કરી મુકતા મોટો ભાઈ યુવકને બચાવવા આવતા તેને પણ યુવતીના ભાઈઓએ માર માર્યો હતો. હાલના ઘાયલ થયેલા બે ભાઈઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે, તેમજ હુમલો કરનાર બે શખ્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

છૂટાછેડા લઇ લીધા હતા
ખેરાલુ તાલુકામાં આવેલા વિઠોડા ગામે રહેતા સૌરભ ચૌધરીએ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ તેણે આરોપીઓની બહેન સાથે પ્રેમ સબંધ હોઈ લગ્ન કરી લીધા હતા અને સુરત ખાતે યવક યુવતી રહેતા હતા. ત્યારે યુવતીના પરિવારજનો સુરતથી યુવતીને પોતાની સાથે પરત લાવ્યા હતા. બાદમાં યુવકે હાઇકોર્ટેમાં યુવતીને પરત મેળવવા અપીલ દાખલ કરી હતી, ત્યારે યુવતીએ કોર્ટ સમક્ષ યુવક સાથે સબંધ રાખવાની ના પાડતા યુવકે છુટાછેડા લઇ લીધા હતા.

પોલીસે તપાસ હાખ ધરી
5 સપ્ટેમ્બરના રોજ યુવક પોતાના મિત્રો સાથે અને મોટા ભાઈ સાથે અંબાજી જતા સંઘ જોવા ગયો હતો. ત્યારે ખેરાલુ વૃંદાવન ચોકડી નજીક અર્બુદા પાર્લર ખાતે બેઠા હતા ત્યાં ચૌધરી જય શામળભાઈ તેમજ ચૌધરી પ્રતિક જોઈતાભાઈ આવીને પોતાના હાથમાં લોખંડના પંચ વડે યુવકના માથાના ભાગે મારવા લાગ્યા હતા. ત્યારે યુવકનો મોટો ભાઈ વચ્ચે છોડાવવા પડતા તેણે પણ માર માર્યો હતો. સમગ્ર મલાલે લોકોના ટોળા જામી જતા હુમલો કરનાર યુવકો ત્યાંથી ભાગી ગયા હતા. તેમજ ઘાયલ થયેલા બે ભાઈઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. હાલમાં ઇજા પામેલા યુવકે પૂર્વ પ્રેમિકાના ભાઈ ચૌધરી જય શામળભાઈ અને પ્રતિક જોઈતાબાઈ ચૌધરી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.