IND vs AUS: ધોની અને કોહલીની ટ્રોફી ઉઠાવવાની પરંપરાને રોહિત શર્માએ બદલી નાંખી, હાર્દિક પંડ્યાએ આપ્યો સાથ-Video | India vs Australia Rohit Sharma handing series win cup to experience Dinesh Karthik watch video IND vs AUS

ભારતે ઓસ્ટ્રેલિયા (India Vs Australia) સામે ટી20 શ્રેણી 2-1થી જીતી લીધી છે. આ પછી કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) એ ટીમના સૌથી અનુભવી ખેલાડી દિનેશ કાર્તિકને ટ્રોફી સોંપી.

IND vs AUS: ધોની અને કોહલીની ટ્રોફી ઉઠાવવાની પરંપરાને રોહિત શર્માએ બદલી નાંખી, હાર્દિક પંડ્યાએ આપ્યો સાથ-Video

Dinesh Karthik એ ઉંચકી હતી ટ્રોફી

TV9 GUJARATI

| Edited By: Avnish Goswami

Sep 26, 2022 | 10:01 AM

ભારતે ઓસ્ટ્રેલિયા (India Vs Australia) સામેની T20 શ્રેણી 2-1થી જીતી લીધી છે. આ જીત સાથે કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) એ એમએસ ધોની (MS Dhoni) અને વિરાટ કોહલીના નિયમોમાં પણ થોડો ફેરફાર કર્યો છે. હાર્દિક પંડ્યાએ પણ તેને નિયમો બદલવામાં સાથ આપ્યો હતો. ધોનીની કેપ્ટન્સીમાં ટીમમાં એક પરંપરા શરૂ થઈ હતી, જેમાં યુવા ખેલાડીને વિજયની ટ્રોફી આપવામાં આવતી હતી. વિરાટ કોહલીએ પણ આ પરંપરા ચાલુ રાખી હતી, પરંતુ રોહિતે આ નિયમ બદલી નાખ્યો અને તેણે ઓસ્ટ્રેલિયા સામે 3 ટી-20 મેચની શ્રેણી જીત્યા બાદ ટ્રોફી દિનેશ કાર્તિકના હાથમાં સોંપી દીધી, જે લાંબા સમયની રાહ બાદ આ વર્ષે ટીમ ઈન્ડિયામાં પરત ફર્યો હતો.

Previous Post Next Post