IND Vs SA 1st T20I Playing XI: ભારતે ટોસ જીત્યો, ટીમ ઈન્ડિયા જસપ્રીત બુમરાહ વિના ઉતરી રહી છે, અશ્વિન અને ચહર સામેલ | India vs South Africa 1st T20 Playing XI today IND vs SA T20 series prediction playing 11 squads in Gujarati

IND Vs SA 1st T20 Playing 11: આ શ્રેણી ભારત અને દક્ષિણ આફ્રિકા માટે T20 વર્લ્ડ કપ પહેલા તૈયારી કરવાની છેલ્લી તક છે.

IND Vs SA 1st T20I Playing XI: ભારતે ટોસ જીત્યો, ટીમ ઈન્ડિયા જસપ્રીત બુમરાહ વિના ઉતરી રહી છે, અશ્વિન અને ચહર સામેલ

ભારતે ટોસ જીતી ફિલ્ડીંગ પસંદ કરી છે

ઓસ્ટ્રેલિયા સામે ટી-20 સિરીઝ જીત્યા બાદ ભારતીય ટીમ (Indian Cricket Team) સામે હવે સાઉથ આફ્રિકાનો પડકાર છે. T20 વર્લ્ડ કપ (T20 World Cup 2022) પહેલા બંને ટીમોની તૈયારી માટે આ છેલ્લી સિરીઝ છે. તિરુવનંતપુરમમાં ત્રણ મેચોની શ્રેણી શરૂ થઈ રહી છે. ભારતીય કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) એ પ્રથમ મેચમાં ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ટીમ ઈન્ડિયા આ મેચમાં સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ વિના રમી રહી છે જ્યારે યુઝવેન્દ્ર ચહલને આરામ આપવામાં આવ્યો છે.

મેચ પહેલા ટીમમાં આ ફેરફાર

ભારતીય ટીમે આ મેચ માટે ટીમમાં કેટલાક ફેરફાર કર્યા છે. અનુભવી ઝડપી બોલર ભુવનેશ્વર કુમાર અને સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને અગાઉતથી જ આરામ આપવામાં આવ્યો છે. તે જ સમયે, અર્શદીપ સિંહની ટીમમાં વાપસી થઈ છે, જે ઓસ્ટ્રેલિયા શ્રેણી માટે આરામ કરી રહ્યો હતો. ઉમેશ યાદવ, શ્રેયસ અય્યર અને શાહબાઝ અહેમદને ઈજા અને ફિટનેસને કારણે ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.

ભારતીય ટીમ: રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (વિકેટકીપર), દિનેશ કાર્તિક, અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, અર્શદીપ સિંહ, દીપક ચહર, હર્ષલ પટેલ.

દક્ષિણ આફ્રિકાની ટીમ: ટેમ્બા બાવુમા (કેપ્ટન), ક્વિન્ટન ડી કોક (વિકેટકીપર), રાઈલી રુસો, ડેવિડ મિલર, એડન માર્કરામ, ટ્રીસ્ટન સ્ટબ્સ, વેઈન પેર્નેલ, કાગીસો રબાડા, એનરિક નોરખિયા, તબરેઝ શમ્સી, કેશવ મહારાજ

أحدث أقدم