India Vs Pakistan: જીતના ઘમંડમાં પાકિસ્તાન ખેલાડી, કહ્યુ-અફ્રિદીના કારણે અશ્વિન નથી રમી રહ્યો | Mohammad Hafeez says Shahid Afridi hit 2 sixes in Asia Cup 2014 match is the reason of Ravichandran Ashwin is not regular in Indian Cricket Team now

રવિચંદ્રન અશ્વિન (Ravichandran Ashwin) એક સમયે ત્રણેય ફોર્મેટમાં ટીમ ઈન્ડિયા (Team India) નો મહત્વનો ભાગ હતો પરંતુ હવે એવું નથી. તે મર્યાદિત ઓવરોમાં અંદર અને બહાર જતો રહે છે.

India Vs Pakistan: જીતના ઘમંડમાં પાકિસ્તાન ખેલાડી, કહ્યુ-અફ્રિદીના કારણે અશ્વિન નથી રમી રહ્યો

Ravichandran Ashwin ટીમ ઈન્ડિયામાં અંદર બહાર થતો રહે છે

રવિચંદ્રન અશ્વિન (Ravichandran Ashwin) એક સમયે ત્રણેય ફોર્મેટમાં ટીમ ઈન્ડિયા નો મહત્વનો ભાગ હતો. તાજેતરના સમયમાં, તે માત્ર ટેસ્ટમાં જ નિયમિતપણે રમી રહ્યો છે પરંતુ મર્યાદિત ઓવરોમાં તેનું સ્થાન નિશ્ચિત નથી. ટીમ ઈન્ડિયા (Team India) ની લિમિટેડ ઓવરોની ટીમમાં અશ્વિનનું સ્થાન ગુમાવ્યા બાદ પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન મોહમ્મદ હાફીઝે (Mohammad Hafeez) મોટી વાત કરી છે. હાફિઝે પાકિસ્તાની ચેનલ પર અશ્વિનના એક્ઝિટનું કારણ બતાવ્યુ છે.

હાફિઝે 2014માં રમાયેલા એશિયા કપમાં રમાયેલી મેચનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે તે મેચમાં શાહિદ આફ્રિદીએ છેલ્લી ઓવરમાં અશ્વિન પર બે સિક્સર ફટકારી હતી, જેના કારણે તે ટીમની બહાર થઈ ગયો હતો. હાફિઝે કહ્યું, હું શાહિદ આફ્રિદીનો આભાર માનું છું. ખુબ ખુબ આભાર શાહિદ ભાઈ. 2014માં એશિયા કપમાં તમે જે બે સિક્સર ફટકારી હતી તેની અસર છે.

તે મેચમાં બન્યું હતું આમ

2 માર્ચ 2014ના રોજ રમાયેલી મેચમાં પ્રથમ બેટિંગ કરતા ભારતે આઠ વિકેટના નુકસાને 245 રન બનાવ્યા હતા. પાકિસ્તાને આ લક્ષ્યાંક બે બોલ પહેલા નવ વિકેટના નુકસાને હાંસલ કરી લીધો હતો. છેલ્લી ઓવરમાં પાકિસ્તાનને 10 રનની જરૂર હતી. અશ્વિન આ ઓવર નાંખી રહ્યો હતો અને તેણે પહેલા જ બોલમાં સઈદ અજમલની વિકેટ લીધી હતી. આ પછી જુનૈદ ખાને એક રન લઈને આફ્રિદીને સ્ટ્રાઈક આપી હતી. ત્યારબાદ આફ્રિદીએ ત્રીજા અને ચોથા બોલ પર સિક્સર ફટકારીને પાકિસ્તાનને જીત અપાવી હતી. મોહમ્મદ હફીઝે આ મેચમાં 75 રન બનાવ્યા હતા અને બે વિકેટ પોતાના નામે કરી હતી. તેને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

અર્શદીપના સમર્થનમાં આવ્યો હતો હાફિઝ

આ દરમિયાન હાફિઝે ભારતના યુવા ફાસ્ટ બોલર અર્શદીપ સિંહનું સમર્થન કર્યું છે. એશિયા કપ-2022 માં રવિવારે પાકિસ્તાન સામે રમાયેલી મેચમાં અર્શદીપે 18મી ઓવરમાં આસિફ અલીનો કેચ છોડ્યો હતો. આ મેચમાં ભારતને ફરી હારનો સામનો કરવો પડ્યો હતો. આ પછી અર્શદીપ લોકોના નિશાના પર આવી ગયો. તેમની આકરી ટીકા થઈ હતી અને તેમની પાસેથી ઘણી વાતો સાંભળવામાં આવી હતી. આ પછી ઘણા ક્રિકેટરોએ અર્શદીપને સપોર્ટ કર્યો. આમાં હાફિઝનો પણ સમાવેશ થતો હતો. હાફિઝે ટ્વીટ કર્યું, “હું તમામ ભારતીય ચાહકોને આશા રાખું છું કે, આપણે રમત ગમતમાં ભૂલો કરીએ છીએ કારણ કે આપણે માણસ છીએ. આ ભૂલો માટે કોઈને શરમજનક કરશો નહીં.”

أحدث أقدم