સાઉથ આફ્રિકા સામેની પ્રથમ મેચ જીત્યા બાદ વિરાટ કોહલી બસમાં અનુષ્કા શર્મા સાથે વાત કરવામાં વ્યસ્ત થઈ ગયો હતો તો બહાર ચાહકો તેની એક ઝલક મેળવવા માટે આતુર હતા.
Image Credit source: Twitter
India Vs South Africa: ભારતીય ટીમ આગામી મહિને ઓસ્ટ્રેલિયામાં રમાનાર ટી20 વર્લ્ડકપની તૈયારીમાં વ્યસ્ત છે. પહેલા ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ઘરઆંગણે 3 મેચની ટી20 સીરિઝ પોતાને નામ કરી છે. હવે સાઉથ આફ્રિકા (South Africa) વિરુદ્ધ 3 મેચની ટી 20 સિરીઝમાં જીત સાથે શરુઆત કરી છે. ભારતે સાઉથ આફ્રિકા વિરુદ્ધ પ્રથમ મેચ 8 વિકેટથી જીતી હતી. ત્યારે હવે ટીમની નજર બીજા ટી 20 મેચ પર રહેશે. જેને જીતી રોહિત શર્માની ટીમ સતત બીજી સિરીઝ પર કબ્જો કરશે. પ્રથમ મેચ જીત્યા બાદ વિરાટ કોહલી (Virat Kohli)એ ચાહકોને અનુષ્કા શર્માની ઝલક દેખાડી હતી.
અનુષ્કા શર્મા સાથે વીડિયો કોલમાં વાત કરતા કોહલીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. પ્રથમ મેચ જીતી સીરિઝમાં લીડ મેળવ્યા બાદ ભારતીય ટીમ સ્ટેડિયમમાંથી બહાર જઈ રહી હતી. ત્યારબાદ ટીમની બસમાં કોહલી અનુષ્કાશર્મા સાથે વાતો કરવામાં વ્યસ્ત હતો.
@imVkohli In Video Call With @AnushkaSharma While Returning From Match And Shows It To Fans 😂🤣💖#Virushka #INDvSA pic.twitter.com/YRVLNwZCiq
— virat_kohli_18_club (@KohliSensation) September 29, 2022
વીડિયો કોલ પર વાત કરવામાં વ્યસ્ત કોહલી
ગ્રીનફીલ્ડ સ્ટેડિયમની બહાર ચાહકો કોહલીની એક ઝલક જોવા માટે તલપાપડ થઈ રહ્યા હતા. ચાહકો કોહલી અને અન્ય ખેલાડીને જોઈ ઉત્સાહિત થયા હતા. ત્યારબાદ પૂર્વ ભારતીય કેપ્ટને પોતાનો ફોન ચાહકો સામે રાખ્યો હતો તે સમયે વિરાટ અનુષ્કા શર્મા સાથે વાત કરી રહ્યો હતો. કોહલી ફોન પર વાત કરી રહ્યો હતો તે દરમિયાન તેનું રિએક્શન જોવા લાયક હતુ.
ભારતે મોટી જીત મેળવી
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાયેલ પ્રથમ ટી20 મેચની વાત કરીએ તો સાઉથ આફ્રિકાએ પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત ઓવરમાં 8 વિકેટ પર 106 રન બનાવ્યા હતા તો જવાબમાં ભારતે 2 વિકેટના નુકસાન પર 20 બોલ પહેલા જ લક્ષ્ય પ્રાપ્ત કરી લીધો હતો. ભારતે સાઉથ આફ્રિકા સામે 8 વિકેટથી જીત મેળવી હતી, પ્રથમ મેચમાં રોહિત શર્માની જેમ વિરાટ કોહલી પણ મુશ્કેલ પીચ પર સંઘર્ષ કરતો જોવા મળ્યો હતો. રોહિત પોતાનું ખાતું પણ ખોલાવી શક્યો ન હતો. આ સાથે જ વિરાટ કોહલી પણ માત્ર 3 રન બનાવી શક્યો હતો. ભારતની આ જીતના હીરો કેએલ રાહુલ અને સૂર્યકુમાર યાદવ હતા. બંનેએ અણનમ અડધી સદી ફટકારી હતી. રાહુલે 56 બોલમાં 51 રન અને સૂર્યકુમાર યાદવે 33 બોલમાં 50 રન બનાવ્યા હતા.