India Vs Sri Lanka: શ્રીલંકા સામે ટીમ ઈન્ડિયાએ આ 3 ફેરફાર કરવા જરુરી! ભૂલોને સુધારી જીત મેળવવી જરુરી | IND vs SL: 3 tactical changes indian team should make against sri lanka Asia Cup 2022 India Vs Sri Lanka

ભારત (Indian Cricket Team) ને તેની છેલ્લી મેચમાં પાકિસ્તાન સામે હારનો સામનો કરવો પડ્યો હતો અને હવે ટીમ ઈન્ડિયા (Team India) એ શ્રીલંકા સામે જીત મેળવવી જરૂરી છે.

India Vs Sri Lanka: શ્રીલંકા સામે ટીમ ઈન્ડિયાએ આ 3 ફેરફાર કરવા જરુરી! ભૂલોને સુધારી જીત મેળવવી જરુરી

Team India એ બાકીની બંને મેચમાં પૂરો દમ લગાવવો પડશે

TV9 GUJARATI

| Edited By: Avnish Goswami

Sep 05, 2022 | 10:30 PM

એશિયા કપ-2022 માં રવિવારે ભારતીય ટીમ (Indian Cricket Team) ને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં પાકિસ્તાને ભારતને પાંચ વિકેટે હરાવ્યું હતું. સુપર-4 રાઉન્ડની આ મેચ ખૂબ જ રોમાંચક રહી હતી અને મેચ છેલ્લી ઓવર સુધી ચાલી હતી. આ હારને કારણે ભારત માટે ફાઇનલમાં જવું મુશ્કેલ બની ગયું છે. હવે ભારત માટે મંગળવારે શ્રીલંકા (India Vs Sri Lanka) સામે રમાનારી મેચ ખૂબ જ મહત્વપૂર્ણ બની ગઈ છે, કારણ કે જો તે આ મેચમાં જીત નહીં મળે તો ફાઇનલમાં જવાની સંભાવનાને ફટકો પડી શકે છે.

ભારત માટે સારું રહેશે કે તે પાકિસ્તાન સામે થયેલી ભૂલોને સુધારે અને શ્રીલંકા સામે તે ભૂલોનું પુનરાવર્તન ન કરે. આ માટે ટીમ ઈન્ડિયાએ પોતાની રણનીતિ બદલવી પડશે. તો જ તે શ્રીલંકાને હરાવી શકશે. શ્રીલંકા આ મેચમાં આત્મવિશ્વાસ સાથે ઉતરશે કારણ કે તે સતત બે મેચ જીત્યા બાદ આવી રહ્યું છે. તેણે પહેલા બાંગ્લાદેશને હરાવીને સુપર-4 માં જગ્યા બનાવી હતી. ત્યારબાદ અફઘાનિસ્તાનને હરાવ્યું. તેથી ભારત સામે તે આત્મવિશ્વાસથી ભરપૂર હશે.

ટીમ ઈન્ડિયાએ ત્રણ મોટા ફેરફાર કરવા પડશે

  1. ભારતીય ટીમના કોચ અને કેપ્ટને ઘણી વખત કહ્યું છે કે તે સતત આક્રમક ક્રિકેટ રમશે. પાકિસ્તાન સામેની આ રણનીતિએ ભારતને મુશ્કેલીમાં મુકી દીધું હતું. ટીમ ઈન્ડિયા સતત વિકેટ ગુમાવી રહી હતી અને તે સ્કોર સુધી પહોંચી શકી ન હતી, જે પહોંચવો જોઈતો હતો. ભારતે આ વ્યૂહરચના બદલવાની જરૂર છે. ટીમ ઈન્ડિયાએ પરિસ્થિતિ અનુસાર રમવું પડશે.
  2. ભારતે ટીમ કમ્પોઝિશન વિશે પણ વિચારવું પડશે. ટીમે પાકિસ્તાન સામે બે ઝડપી બોલર રમ્યા હતા અને બે સ્પિનરો સાથે મેદાનમાં ઉતર્યું હતું. તેની પાસે હાર્દિક પંડ્યામાં ઝડપી બોલિંગ ઓલરાઉન્ડર હતો. શ્રીલંકા સામે ભારતે ત્રણ યોગ્ય ઝડપી બોલરો સાથે જવું જોઈએ. જો પંડ્યા હશે તો ભારત પાસે ઝડપી બોલિંગના ચાર વિકલ્પો હશે.
  3. ભારતે પ્લેઈંગ-11માં બે ઓલરાઉન્ડરનો સમાવેશ કરવો જોઈએ. પંડ્યા ઉપરાંત, અક્ષર પટેલને ટીમમાં લાવવામાં આવી શકે છે, જે સ્પિનનો વિકલ્પ પણ આપે છે અને બેટ સાથે પણ શાનદાર રમત બતાવી શકે છે. ભારતે પાકિસ્તાન સામે દીપક હુડાને તક આપી હતી. હુડ્ડા જાણે છે કે બેટથી કમાલ કેવી રીતે કરવી અને તે બોલ સાથે પણ યોગદાન આપી શકે છે પરંતુ રોહિતે તેને બોલિંગ કરવા માટે મોકો નહોતો આપ્યો.

أحدث أقدم