Instagramએ જીતી લીધા યુઝર્સના દિલ, હવે શેયર કરી શકાશે 60 સેકન્ડની ઈન્સ્ટા સ્ટોરી | Instagram has won the hearts of users now you can share a 60 second Instagram story

ઈન્સ્ટાગ્રામ પોતાના યુઝર્સની પસંદ અને સુવિધાનું ખાસ ધ્યાન રાખે છે. તેથી જ અવારનવાર પોતાના યુઝર્સ માટે નવા નવા ફીચર લાવતું રહે છે. હાલમાં ઈન્સ્ટાગ્રામ સ્ટોરીને (Instagram Story News) લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે, જેને કારણે યુઝર્સમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.

Instagramએ જીતી લીધા યુઝર્સના દિલ, હવે શેયર કરી શકાશે 60 સેકન્ડની ઈન્સ્ટા સ્ટોરી

Image Credit source: File photo

Instagram Story : સોશિયલ મીડિયાના પ્લેટફોર્મમાંથી સૌથી લોકપ્રિય પ્લેટફોર્મ છે ઈન્સ્ટાગ્રામ. આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દુનિયામાં કરોડો યુઝર્સ ધરાવે છે. તેના નવા નવા ફીચરને કારણે દરરોજ તેના યુઝર્સ વધતા રહે છે. તેમાં તમે પોતાનો કોઈ પ્રસંગ કે ઘટના લાઈવ કરી શકો છો, પોતાના ફોટો અને વીડિયો, રીલ શેયર કરી શકો છો અને સાથે સાથે ઈન્સ્ટાગ્રામ પર 15 મિનિટની સ્ટોરી પણ શેયર કરી શકો છો. ઈન્સ્ટાગ્રામ પોતાના યુઝર્સની પસંદ અને સુવિધાનું ખાસ ધ્યાન રાખે છે. તેથી જ અવારનવાર પોતાના યુઝર્સ માટે નવા નવા ફીચર લાવતું રહે છે. હાલમાં ઈન્સ્ટાગ્રામ સ્ટોરીને (Instagram Story News) લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે, જેને કારણે યુઝર્સમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.

ઈન્સ્ટાગ્રામ પોતાના યુઝર્સની પસંદને ધ્યાનમાં રાખીને ફીચર્સમાં ફેરફાર કરતું રહે છે. ઈન્સ્ટાગ્રામ સ્ટોરીને લઈને પણ યુઝર્સ ઘણા સમયથી મૂંઝવણ અનુભવી રહ્યા હતા. જેમાં એક મોટું અપડેટ આવી રહ્યું છે. મળતી માહિતી અનુસાર ઈન્સ્ટાગ્રામ સ્ટોરી ફીચરને હવે અપડેટ કરીને નવું રુપ આપવામાં આવશે.

Instagram લોન્ચ કરી શકે છે આ નવું ફીચર

મળતી માહિતી અનુસાર ઈન્સ્ટાગ્રામ ટૂંક સમયમાં ઈન્સ્ટાગ્રામ સ્ટોરીનું નવું ફીચર લોન્ચ કરશે. હવે ઈન્સ્ટાગ્રામ સ્ટોરી વધારે સરળતાથી શેયર કરી શકાશે. હાલ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એકવારમાં 15 સેકેન્ડની જ સ્ટોરી જ શેયર કરી શકાય છે, પણ આવનારા સમયમાં યુઝર્સ 1 મિનિટ એટલે કે 60 સેકેન્ડની સ્ટોરી શેયર કરી શકાશે. એક સ્લાઈડમાં તમે 60 સેકેન્ડનો ફોટો શેયર શકાશે. ઈન્સ્ટાગ્રામના એક પ્રવક્તા એ આ ફીચર અંગેની માહિતી કન્ફર્મ કરી છે.

યુઝર્સ જોઈ રહ્યા હતા આ જ ફીચરની રાહ

આ નવું ફીચર કયા-કયા દેશમાં અને ક્યારથી લોન્ચ થશે, તેની માહિતી જાણવા નથી મળી. પણ આ ઈન્સ્ટાગ્રામ ફીચરની માહિતી જાણીને યુઝર્સમાં આનંદનો માહોલ છે.ઘણા યુઝર્સ ઘણીવાર 15 સેકેન્ડથી વધારેનો વીડિયો સ્ટોરી પર શેયર કરવા માંગતા હતા, પણ ઈન્સ્ટાગ્રામની 15 સેકેન્ડની સ્લાઈડને કારણે તેઓ એક જ સ્લાઈડમાં આખો વીડિયો શેયર કરી શકતા ન હતા પણ હવે નજીકના સમયમાં એક જ સ્લાઈડમાં 60 સેકેન્ડનો વીડિયો શેયર કરી શકાશે અને જોઈ શકાશે. આવનારા સમયમાં ઈન્સ્ટાગ્રામ આવા જ મજેદાર ફીચર લોન્ચ કરતું રહેશે, તેવી આશા યુઝર્સ રાખી રહ્યા છે.

أحدث أقدم