ગોધરા સબ જેલના માથાભારે કેદીઓની ધમકીઓથી જેલ સ્ટાફ અસુરક્ષિત; પોલીસ કર્મચારીઓએ કહ્યું- કાં તો કેદીઓની જેલ ટ્રાન્સફર કરો નહિંતર અમારી ટ્રાન્સફર કરો | Jail staff unprotected by threats from recalcitrant inmates of Godhra Sub Jail; The police personnel said - either transfer the jail of the prisoners or transfer us

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Panchmahal
  • Jail Staff Unprotected By Threats From Recalcitrant Inmates Of Godhra Sub Jail; The Police Personnel Said Either Transfer The Jail Of The Prisoners Or Transfer Us

પંચમહાલ (ગોધરા)18 મિનિટ પહેલા

  • પંચમહાલ R.A.C સમક્ષ પોલીસ કર્મચારીઓની રજૂઆત

ગોધરા સબ જેલમાં બંધ રહેલા માથાભારે કેદીઓ દ્વારા ગત રાત્રે જેલ સ્ટાફ સાથે બબાલ કરી ખુલ્લેઆમ ધાક ધમકીઓ આપવાની ઘટના સામે આવી હતી. આ મામલે જેલ અધિક્ષકના સૂચક મૌનથી માથાભારે કેદીઓથી અસલામતી અનુભવતા ગોધરા સબ જેલના 20 જેટલા પોલીસ કર્મચારીઓ ઓન ડ્યૂટીના યુનિફોર્મ સાથે પંચમહાલ જિલ્લાના અધિક નિવાસી કલેકટર એમ.ડી.ચુડાસમાને રૂબરૂમાં મળીને માથાભારે કેદીઓની કાં તો જેલ ટ્રાન્સફર કરો નહિતર તો અમારી ગોધરા સબ જેલમાંથી બદલી કરોની સામુહિક લાગણીઓ વ્યક્ત કરતા ભારે ચકચાર પ્રસરી જવા પામી છે. ગોધરા સબ જેલમાંથી આવેલા પોલીસ કર્મચારીઓ દ્વારા જેલ અધિક્ષક વિરુધ્ધ પણ નારાજગીઓ વ્યક્ત કરી હતી.

‘જેલમાંથી બહાર આવું એટલી વાર છે’
ગોધરા સબ જેલમાં ચુસ્ત સલામતીઓ હોવાના દાવાઓ વચ્ચે ગુન્હાહિત ઈતિહાસ ધરાવતા માથાભારે કેદીઓના સામ્રાજ્ય અને ઐય્યાસીઓની સુવિધાઓ માટે ખુદ સબ જેલના પોલીસ કર્મચારીઓ બિલકુલ સલામત નથી. ત્યારે બનેલા બે બનાવોમાં ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવેલા. કાચા કામના માથાભારે કેદી સીકંદર ઈસ્હાક બેલીએ મંગળવારના રોજ પોલીસ જાપ્તાના માણસો સાથે પુનઃ એક વખત જાહેરમાં અપશબ્દો સાથે અપમાનિત કરીને હાથ કડી ખોલો એટલે મારો પાવર તમને બતાવુંના ઉચ્ચારણો સાથે જેલમાંથી બહાર આવું એટલી વાર છે. બધા પોલીસ વાળાને જાનથી મારી નાંખવાની ધમકી સામે હેડક્વાર્ટર પી.એસ.આઈ. ભરત રાવલે ગોધરા એ ડીવીઝનમાં ફરીયાદ આપી હતી. તો ગત બુધવારના રોજ ગોધરા સબ જેલના ૩ કેદીઓ (૧) તૈયબ ઈકબાલ જાનકી (૨) ઈસ્હાક બીલાલ બદામ અને (૩) સલમાન મહંમદહનીફ ભાગલીયાને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. ત્યારે માથાભારે કેદી ઈસ્હાક બીલાલ બદામ મોબાઈલ ફોન ઉપર કોઈકની સાથે વાત કરતા જાપ્તાના કર્મચારીઓએ ટકોર કરતા ઉશ્કેરાઈ ગયેલા. આ ત્રણ કેદીઓ દ્વારા પોલીસ જાપ્તાના માણસોને ખુલ્લેઆમ ધમકીઓ આપીને તમારી પાસે શું બંદૂકો છે, અમારી પાસે પણ ૪-૫ બંદૂકો છે. જેલમાંથી બહાર આવીશું તો ઉડાવી દઈશની ધમકીઓ સામે હેડક્વાર્ટરના પોલીસ કર્મચારી સામંતસિંહ બારીઆએ ફરીયાદ આપી હતી.

કેદીઓ રીતસરના જેલ સ્ટાફના કર્મચારીઓ ઉપર ભડકયા
આ ઘટનાક્રમ વચ્ચે ગોધરા LCB – PSI આઈ.આઈ.સીસોદીયાએ ગોધરા સબ જેલની વિઝીટ દરમિયાન બેરક નં.૪ માં રહેતા માથાભારે કાચા કામના કેદી સીકંદર ઈસ્હાક બેલીની અંગ ઝડતીમાંથી બે સીમકાર્ડ વાળો મોબાઈલ ઝડપી પાડતા માથાભારે ગેંગના કેદીઓ રીતસરના જેલ સ્ટાફના કર્મચારીઓ ઉપર ભડક્યા હતા અને એક તબક્કે આ કેદીઓ દ્વારા જેલ સ્ટાફ ઉપર હુમલો કરવા સુધીની ધાક ધમકીઓ આપતા ગોધરા સબ જેલમાં અંદરનો માહોલ બરાબર ગરમાયો હતો.

ગોધરા સબ જેલના ઈતિહાસમાં સૌ પ્રથમ વખત અસલામતીની ભાવના બહાર આવી
ગોધરા સબ જેલમાં રહેલા કેદીઓ જેલ સ્ટાફથી ફફડે, પરંતુ ગુન્હાહિત ઈતિહાસ ધરાવતા માથાભારે કેદીઓની ખુલ્લેઆમ ધાક ધમકીઓથી જેલ સ્ટાફના પોલીસ કર્મચારીઓ ફફડતા હોવાનો સૌ પ્રથમ વખત ખુલ્લેઆમ બહાર આવ્યું છે. આ મામલામાં ગોધરા સબ જેલના ઓન ડ્યૂટી જેલ સ્ટાફના અંદાઝે 20 જેટલા પોલીસ કર્મચારીઓ યુનિફોર્મ સાથે પંચમહાલ કલેકટર કચેરી ખાતે આવીને અધિક નિવાસી કલેકટર એમ.ડી.ચુડાસમા સમક્ષ માથાભારે કેદીઓ દ્વારા ગત મોડી સાંજે જેલ સ્ટાફ સાથે કરેલ ધાક ધમકીઓની બબાલ સામે જેલ અધિક્ષકના સૂચક મૌન સામે બળાપો વ્યક્ત કરીને કાં તો કેદીઓની જેલ ટ્રાન્સફર કરો નહિંતર અમારી ટ્રાન્સફર કરોની સામુહિક રજુઆત કરતા વહીવટી તંત્રમાં પણ માહોલ ગરમાયો છે.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post