Jamnagar: શહેરમાં ગત માસમાં જાણીતા વકિલના ઘરે થયેલ ચોરીનો ભેદ પોલિસે ઉકેલ્યો છે. શહેરના પોશ વિસ્તાર માંથી આશરે અડધા કરોડની સામાનની ચોરી થયેલ હતી.
ફોટો – ઝડપાયેલા આરોપીઓ
Jamnagar: શહેરમાં ગત માસમાં જાણીતા વકિલના ઘરે થયેલ ચોરીનો ભેદ પોલિસે ઉકેલ્યો છે. શહેરના પોશ વિસ્તાર માંથી આશરે અડધા કરોડની સામાનની ચોરી થયેલ હતી. જેના આરોપીને અન્ય રાજ્યમાંથી પકડી પાડવામાં આવ્યા અને લાખોનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યા છે.
જામનગરના વાલકેશ્વરી વિસ્તારમાં વકીલના બંધ મકાનમાંથી ચોરી થઈ હતી. થોડા દિવસ માટે રહેલા બંધ મકાનમાંથી ચોરી થઈ હતી. જેની ફરીયાદ થયા બાદ એક માસ સુધી સતત પોલિસની ટીમ દ્રારા આરોપીઓની ઓળખ મેળવવા અને તેની શોધખોળ માટે દેશના ત્રણ રાજયમાં ફરી. વાલ્કેશ્વરી તેમજ આસપાસના વિસ્તારના સીસીટીવી ફુટેજને ચકાવવામાં આવ્યા. ટેકનીક ટીમની મદદથી આરોપીઓને શોધીને આરોપીઓને પકડી પાડ્યા છે.
ગેંગના ત્રણ આરોપીઓને પકડી પાડ્યા છે. અન્ય આરોપીઓને પોલિસ શોધી રહી છે. પકડાયેલ આરોપીઓ પાસેથી અંદાજે સાડા ચાર રોકડ તથા 16 લાખની કિમતના દાગીની રીકવરી કરવામાં આવી છે. ધ્રોલ ખાતેથી ત્રણ શખ્સની કરાઇ અટકાયત કરવામાં આવી છે. એલસીબી દ્વારા કુલ 3 આરોપીની કરાઇ અટકાયત કરવામાં આવી છે. મેળામાં ફુગ્ગા વેંચતા ત્રણ પર પ્રાંતીય લોકો દ્વારા ચોરી કરવામાં આવી હતી.
ચોરીના કેસને ઉકેલ લાવવા માટે એલસીબીની ટીમ દ્વારા કરવામાં આવેલ તે કામગીરી બદલ જિલ્લા પોલીસ વડા દ્વારા તમામ ટીમને રોકડ 2100 રૂપિયા પુરસ્કાર તેમજ સન્માનપત્ર આપી સન્માનિત કરાયા છે. તા.19 ઓગષ્ટથી ૨3 ઓગષ્ટના સમય ગાળા દરમ્યાન વકીલના ઘરે ચોરી થઈ હતી. રાત્રીના સમયે કોઇ અજાણ્યા ચોર ઇસમોએ ફરીયાદીના રહેણાંક મકાનના દરવાજાના તાળા તોડી મકાનનો દરવાજો હથિયાર વડે તોડી મકાનના રૂમમાં આવેલ કબાટ તથા તીજોરીમાંથી સોનાના દાગીનાની ચોરી થઈ હતી. જેમા પાટલા,બંગળી, ગળાનો ચેન હાર, બુટી, વીંટી, બ્રેસલેટ, સેટ, લકકી તથા ચાંદીના દાગીના તથા ધડીયાળ મળી 12.27 લાખ તથા રોકડ રૂપીયા 22 લાખ મળી રૂપીયા 34.24 લાખની ચોરી થઈ હતી.
પોલિસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યુ કે શ્રાવણ માસમાં જન્માષ્ટમીના તહેવાર દરમ્યાન મેળામાં રમકડા તથા ફુગ્ગા વેચવા માટે મધ્યપ્રદેશ આવ્યા હતા. જેમા રાજુ રામદાસ મોગીયા, ચાવલા બાબુરામ મોગીયા, અજય વિશ્વ પારધી, મંગલ મંગીલાલ મોંગીયા, સમીર રમેશ મોગીયાનાઓ સાથે મળીને ચોરી કરેલ. જે પૈકી ત્રણ આરોપીને પોલિસે ધ્રોલ પાસેથી પકડી પાડ્યા છે. જયારે અન્ય આરોપીની શોધખોળ શરૂ કરી કરી છે.
ગેંગના સભ્યો અલગ અલગ રાજયમાં તહેવાર દરમ્યાન મેળાઓ ભરાતા હોય, ત્યાં મેળામા રમકડા વેચવાનો વેપાર કરતા હતા. અને રાત્રી દરમ્યાન આજુબાજુ વિસ્તારમાં આવેલ બંધ મકાન ને ટાર્ગેટ કરી ચોરીને અંજામ આપતા હતા.
છેલ્લા કેટલાય સમયથી પારઘી ગેંગ દેશના અન્ય રાજયોમાં ચોરીને અંજામ આપી છે. પરંતુ જામનગરમાં કરેલ તેમની સૌથી મોટી ચોરી હતી. જેમાં પોલિસની ટીમની સક્રિયાના કારણે પકડાયા છે.